Abtak Media Google News

નગરના ફતેહ કદાલ વિસ્તારમાં બુધવારે થયેલી એક અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર થયાં છે જ્યારે પોલીસનો એક જવાન શહીદ થયાં છે. SSP ઈમ્તિયાઝ ઈસ્માઇલ પારેએ જણાવ્યું કે વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છુપાયાં હોવાની સુચના મળ્યાં બાદ સુરક્ષાદળોએ પોલીસની સાથે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ તરફથી ફાયરિંગ થયું હતું.

જે બાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. વિસ્તારમાં હજુ પણ સર્ચિંગ ઓપરેશન ચાલી રહ્યું છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સ્કૂલ-કોલેજ અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવ્યાં છે. ગુરૂવારે સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મન્નાન વાનીને ઠાર કર્યો હતો. જે બાદથી રાજ્યમાં આતંકી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.