Abtak Media Google News

કાશ્મીરમાં કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓએ બુધવારે મોડી રાતે સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરી દીધો. સેનાએ સામે જવાબી કાર્યવાહી કરી. ત્યારબાદ સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીઓના શબ મળી આવ્યા. કેટલાક આતંકીઓના ભાગી જવાના સમાચાર છે. હાલ સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં રમજાન દરમિયાન સુરક્ષાદળોના સર્ચ ઓપરેશન પર રોક લગાવી છે. ત્યારબાદથી સતત ઘૂસણખોરીના પ્રયત્નો થઇ રહ્યા છે.

 


પુલવામામાં બે હુમલાઓને આતંકીઓએ આપ્યો અંજામ

બુધવારે બપોરે આતંકીઓએ પુલવામા જિલ્લાના ત્રાલમાં નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અશરફ ભટના ઘરે ગ્રેનેડથી હુમલો કર્યો. બીજો હુમલો સુરક્ષાદળો પર ગ્રેનેડથી કરવામાં આવ્યો. પોલીસ, સીઆરપીએફ અને સેનાના ટોચના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જોકે, બંને હુમલાઓમાં જાનમાલનું નુકસાન નથી થયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.