Abtak Media Google News

વિપક્ષો  કંગાળ…!!!

૭ રાજકીય પક્ષોને કુલ મળેલા રૂ.૫૮૯ કરોડના ભંડોળમાંથી રૂ.૫૩૨ કરોડ એકલા ભારતીય જનતા પક્ષે અંકે કર્યા

વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન દેશના ૭ રાજકીય પક્ષોએ અજાણ્યા સોર્સ પાસેથી રૂ.૨૦ હજારી વધુની રકમનું મેળવેલુ દાન રૂ.૫૮૯.૩૮ કરોડ હતું. જેમાંથી ૯૦ ટકા જેટલું એટલે કે રૂ.૫૩૨.૨૭ કરોડ એકલા ભારતીય જનતા પક્ષે મેળવ્યા હતા. આ આંકડા પરી વિપક્ષના હાલ બેહાલ થયા હોવાનું ફલીત થઈ રહ્યું છે.

Advertisement

ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, એઆઈટીસી સહિતના પક્ષો કરતા ભાજપે જાહેર કરેલુ ભંડોળ નવ ગણું વધારે છે. કુલ ૨૧૨૩ દાતાઓ પાસેથી રૂ.૫૮૯.૩૮ કરોડનું દાન ૭ રાજકીય પક્ષોએ મેળવ્યું હતું. જેમાંથી ભાજપે ૧૧૯૪ દાતાઓ પાસેથી ૫૩૨.૨૭ કરોડનું દાન અંકે કર્યું છે. કોંગ્રેસને ૫૯૯ દાતાઓ પાસેથી ૪૧.૯૦ કરોડનું દાન મળ્યું છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન બહુજન સમાજ પાર્ટીએ રૂ.૨૦ હજારી વધુનું એક પણ દાન મેળવ્યું ન હોવાનું જાહેર કર્યું છે.

વર્ષ ૨૦૧૫-૧૬માં ભાજપને ૭૬.૮૫ કરોડ રૂ‚પિયાનું દાન મેળવ્યું હતું જે ૨૦૧૬-૧૭માં ૫૩૨ કરોડ સુધી પહોંચી ગયું છે. એનસીપીને ૨૦૧૫-૧૬માં ૭૧ લાખ ‚રૂપિયાનો દાન મળ્યું હતું જે અત્યારે ૬.૩૪ કરોડ સુધી પહોંચી ગયું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત તૃણમુલ કોંગ્રેસને મળતા દાનની રકમ પણ ૨૩૧ ટકાનો વધારો થયો છે. સીપીએમને ૧૯૦ ટકા અને કોંગ્રેસને ૧૦૫ ટકા વધુ દાન મળ્યું છે. જયારે સીપીઆઈને મળતા દાનની રકમમાં ૯ ટકા જેટલો ઘટાડો થયો છે.

વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રાજકીય પક્ષોને કુલ રૂ.૧૫૫૯ કરોડનું દાન મળ્યું હતું. જેમાંથી રૂ.૨૦ હજારી વધુનું એટલે કે જાહેર કરેલા દાતાઓનું દાન ૫૮૯ કરોડ હતું. જે સાતેય રાજકીય પક્ષોની કુલ આવકના ૩૭.૮ ટકા જેટલુ થાય છે. આ ઉપરાંત રાજકીય પક્ષોએ મિલકત વેંચી, મેમ્બરશીપ ફી ઉઘરાવી, બેંકના વ્યાજમાંથી જેવા સોર્સી રૂ.૨૫૮ કરોડ જેટલું દાન ભેગુ કર્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, મોદી શાસનમાં વિપક્ષોના હાલ બેહાલ થઈ રહ્યાં છે. સ્થનિક અને વિધાનસભાની ચૂંટણીમાં ફટકો પડી રહ્યો છે. તેની સામે દાનમાં મળતી રકમમાં પણ ભાજપની સરખામણીએ તોતીંગ ઘટાડો જોવા મળ્યો છે. ભાજપને દાનમાં મળતી રકમનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.