Abtak Media Google News

શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા: એક પણ કોપી કેસ નહીં

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 ની પરીક્ષાના પ્રથમ પેપરમાં આજે પ્રથમ દિવસે 73 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જયારે એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી દ્વારા ધોરણ 12 ની પરીક્ષા અંગેની સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના ભાગરૂપે  બપોર ના સેશનમાં  ધોરણ 12 ના નામા ના મૂળ તત્વો (154) ના ગુજરાતી ના પેપર માં કુલ 5405 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 51 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને 5,354 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

તે જ રીતે હિન્દી વિષયની પરીક્ષામાં 26 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, અને તમામ 26 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

ઉપરાંત અંગ્રેજીના વિષયમાં 971 વિદ્યાર્થીઓ નોંધાયા, હતા જે પૈકી 7 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને 964 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આથી કુલ 1240 વિદ્યાર્થીમાંથી 58 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને 6,344 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

ફીજીક્સ-(054) ના ગુજરાતીમાં 1,240 વિદ્યાર્થીઓ નોંધાયા હતા,જે પૈકી 13 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને 1,227 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત અંગ્રેજીમાં 557 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, અને 02 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાથી 555 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ કુલ 1,797 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 15 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં 1,782 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. અને પ્રથમ દિવસે કોઈપણ  કોપી કેસ નોંધાયો નથી. અને એકંદરે ખૂબ જ શાંતિ રીતે પરીક્ષા લેવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.