Abtak Media Google News

માવઠાના કારણે મરચુ મોધું થશે

ઉનાળાનું આગમન થતાં જ મસાલા અને અથાણાં તૈયાર કરવાની સિઝનની તૈયારી શરૂ થઇ જાય છે. બારે માસ વપરાતું મરચું અને અન્ય મસાલા ભરવાની સિઝન શરૂ થતાં જ મસાલા બજારમાં આવેલાં મરચાંના ભાવ ગૃહિણીઓની આંખમાં પાણી લાવી રહ્યાં છે.

Advertisement

જથ્થાબંધ કે છૂટક મસાલા માર્કેટમાં લાલ મરચાંના ભાવમાં આગઝરતી ’લાલચોળ’ તેજી જોવા મળી રહી છે. હાલ મરચા નો રુ.4000 થી રુ.6000 સુધી નો ભાવ બોલાઈ  રહ્યો છે. સરેરાશ કિંમતમાં પણ રૂા.100થી 300નો વધારો થયો છે અને ભાવ હજી વધે એવી શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં ગોંડલ તીખાં મરચાંને લઈને જાણીતું છે. જોકે આ વખતે ગોંડલ મરચાંની તીખાશ લોકોનાં ખિસ્સાંને પણ લાગવાની છે, કેમ કે આ વખતે ગોંડલિયાં મરચાંના ભાવમાં પણ મોટો વધારો થયો છે.

ફેબ્રુઆરીના અરસામાં જ નવાં લાલ મરચાંની માર્કેટમાં આવક શરૂ થઇ જાય છે, પરંતુ આ વખતે મરચાંના પાકને કમોસમી વરસાદનો ભારે ફટકો પડ્યો છે એટલે ઉત્પાદન ઘટવાથી ભાવ પણ વધવા માંડયા છે. આ વર્ષે ઉનાળામાં ઉત્પાદિત થતાં લાલ મરચાંનું ઉત્પાદન ઘટ્યાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરંતુ એક કિલોના ભાવમાં રૂ.100થી વધુનો ભાવ વધારો થયો છે. આથી ગૃહિણીને મરચાંની તીખાશ સાથે ભાવ વધારે રડાવી રહ્યા છે.

માવઠું થવાનાં કારણે પ્રમાણમાં ઉત્પાદન ઓછું થતા

લાલ મરચાંના ભાવમાં વધારો થયો છે. તેનાં મુખ્ય કારણોમાં મરચાંના છોડમાં રોગચાળો, માવઠું અને અનિયમિત વરસાદ, મરચાંના પાકને અસર થતાં ઉત્પાદનમાં ઘટાડો, મજૂરી કામના વેતનમાં વધારો ઉપરાંત વિદેશમાં માગમાં વધારો જેવાં પરિબળો જવાબદાર હોવાનું મનાય છે.  માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, આ વખતે મરચાંના ભાવ ઊંચા જવા પાછળનું કારણ એ છે કે ગોંડલનાં મરચાં સહિત અન્ય મરચાં આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થઇ રહ્યાં છે. વારંવાર બદલાતી સિઝન, માવઠું થવાનાં કારણે પ્રમાણમાં ઉત્પાદન ઓછું છે. જેથી મરચાંના ભાવમાં તેજી આવી છે.

માવઠાંઓને કારણે ઉત્પાદન ઉપર પણ અસર

જીરું, વરિયાળી, ધાણા, હળદર જેવી મસાલા ચીજોનાં ઓછાં વાવેતરની સાથે સાથે માવઠાંઓને કારણે ઉત્પાદન ઉપર પણ અસર પડતાં સરેરાશ 30થી 35 ટકા ભાવ વધારો થયો છે. જીરુંમાં અંદાજે 50 ટકા એટલે કે બમણો ભાવ વધારો નોંધાયો છે. નવાં જીરુંની ગુણવત્તા નબળી હોવા ઉપરાંત ઉત્પાદનમાં 30થી 35 ટકાનો ઘટાડો હોવાનાં અનુમાનને કારણે બજારમાં જીરુંના વિક્રમી ભાવો જોવા મળે તેવી લાલચોળ તેજી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.