Abtak Media Google News

કેન્દ્ર સરકારની “ઉડાન” યોજનાં અન્વયે જામનગર-અમદાવાદ વચ્ચે શરૃ થયેલી હવાઈ સેવાનું બાળમરણ થયા પછી આજ સુધી વિમાને ઉડાન ભરી નથી.

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં આંતરિક અને સસ્તી હવાઈ સેવા શરૃ કરવા નિર્ણય કર્યા પછી એર ઓડીશા દ્વારા જામનગર-અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે આ હવાઈ સેવાનાં પ્રારંભ પછી તુરંત જ આ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

આ પછી અમદાવાદ એરપોર્ટમાં રન-વેની મરામત અન્વયે જામનગરથી અમદાવાદની હવાઈ સેવા બંધ રખાઈ હતી. જેથી કે હાલતો અમદાવાદ એરપોર્ટ ઉપરનું કામ પૂર્ણ થયું છે. આમ છતાં જામનગરની વિમાનની ઉડાન શરૃ થઈ શકી નથી.

પ્રાથમિક મળતી માહિતી મુજબ પૂરતા પ્રમાણમાં હવાઈ મુસાફરો મળતા નથી. તેમજ ભાડું પણ ઓછું હોવાથી કંપનીને વિમાન ઉડાવવામાં પૂરતો રસ ન હોય તેવો ધાર જોવા મળ્યો છે. જોકે હવે દસેક દિવસમાં આ સેવા શરૃ કરવાની પુન: તૈયારી દાખવવામાં આવી છે. ત્યારે જામનગર-અમદાવાદ વચ્ચે હવાઈ સેવા શરૃ થાય છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.