Abtak Media Google News

પોથીયાત્રા કરી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરાયો

જામનગર તાલુકાના મોરાર સાહેબ ના ખંભાડીયા નાના/મોટા ગામ સમસ્ત પોરાણીક મોળેશ્વર મહાદેવ મંદિર  સાનિધ્ય માં સર્વ પિતૂ મોક્ષાર્થે આયોજન કરવામાં આવ્યું છે કથાકાર વ્યાસપીઠ પર સાંદિપની વિદ્યાનિકેતન (પોરબંદર) ના ઋષિકુમાર અને પૂ  રમેશભાઈ ઓઝા ના કૃપાપાત્ર શિષ્ય વિપુલકૃષ્ણ શાસ્ત્રી બિરાજમાન છે. ે શ્રી મદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ પ્રારંભ થયો છે. તા.24/04/2022 થી 30/04/2022 સુધી આયોજન કરવામાં આવેલ છે  કથા નો સમય સવારે 9:00 થી 12:00 બપોરે 4:00 થી 7:00 વાગ્યે સુધી નો રહેશે શ્રી રામ પ્રાગટ્ય તા.27 બપોરે 12 વાગ્યે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય સાંજે 6 વાગ્યે. ગોવર્ધન પુજા બપોરે 12 વાગ્યે.

રૂક્ષ્મણી વિવાહ સાંજે 6:30 વાગ્યે. કરાશે. સાધુ સંતો રાજકીય પક્ષો ના આગેવાનો અને આજુબાજુ ના ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાત્રીના સમયે સંતવાણી કાર્યક્રમ  રાખવામાં આવ્યો છે. તા 26/04/2022 ના રાત્રીના સંતવાણી કાર્યક્રમ માં રામદાસજી ગોંડલીયા (ભજનીક) મુન્નાભાઈ નિમાવત (લોક સાહિત્યકાર) તેમજ મુકેશભાઈ બારોટ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. કોઈપણ પ્રસંગ સાધુ સંતો થકી જ ઊજળો હોય છે  સંતો મહંત વિઠ્ઠલદાસબાપુ ( મોરાર સાહેબ) મહંત જાનકીદાસજી બાપુ,  મહંત  કલ્યાણદાસ બાપુ  ના સંતો મહંતો ઉપસ્થિત રહેશે.આજુબાજુ ગામના લોકો બહોળી સંખ્યામાં કથા નો લાભ લે તેવો આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે  સહીત કરવા તેમજ જીવનને કૃતાર્થ કરવા સહ પરિવાર  સહિત પધારવા ખભાડીયા ગામ સમસ્ત હાર્દિક નિમંત્રણ પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.