Abtak Media Google News
  • જામનગર :  મહિલા પર દારૂડિયા પતિ નો શીતમ
  • ત્રાસ અંગે મહિલા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

 જામનગર ન્યુઝ : જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના દારુ નો નશો કરવાવાળા પતિ સામે મહિલા પોલીસમાં પોતાને મારકુટ કરી ત્રાસ  ગુજાર્યા ની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં બ્લોક નંબર ૮૬ રૂમ નંબર ૪૧૮૫ માં રહેતી નિકિતાબેન પંકજભાઈ ડાંગર નામની ૨૫ વર્ષની પરણતી યુવતી એ ગઈકાલે મહિલા પોલીસ મથકમાં સંપર્ક કર્યો હતો, અને પોતાના પતિ પંકજ લાખાભાઈ ડાંગર સામે મારકૂટ કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાનો પતિ ઘરે અવારનવાર દારૂ પીને આવતો હોય છે, અને નાની નાની બાબતોમાં વાંક કાઢી ગંદી ગાળો આપી મારકૂટ કરે છે, જેનાથી કંટાળીને આ પોલીસ ફરિયાદ કરી છે. સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તપાસ ચલાવે છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.