જામનગર: હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા અપમાનજનક શબ્દો લખનાર શખ્સની ધરપકડ, જાણો વિગતો

0
22

જામનગરના પાંચહાટડીમાં રસ્તા પર નરસિંહાનંદ મહારાજના પોસ્ટર લગાવનાર શખ્સની ધરપકડ

હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા અપમાનજનક શબ્દો લખાતા ફરિયાદ નોંધી શખ્સ સામે ગુનો દાખલ કરતી પોલીસ

જામનગર શહેરમાં પાંચહાટડી વિસ્તારથી લઈ ભોઈવાડા તરફ જતા રસ્તા પર હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તે પ્રકારના પોસ્ટર ચોટાડનારા શખ્સોની ઓળખ કરી પોલીસે ધરપકડ કરી છે.શ્રી નરસિંહાનંદ મહારાજના પોસ્ટર રસ્તા પર લગાવી તેના પર લાગણી દુભાઈ તેવા અપમાનજક શબ્દો લખાતા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ઇપીકો કલમ 153(ક),295(ક) આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જે બાદ આવું કૃત્ય કરનારને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.જલુ ના માર્ગદર્શન મુજબ સીટી એ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના માણસોએ કાલાવડ નાકા બહાર પાંચ હાટડીચોક થી ભોઈવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી અલગ અલગ દુકાનો તેમજ હોટલોના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને તેના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસે આ મામલેસાકીર રફિકભાઈ ખીલજી ઉ.22 ધંધો બેનર પ્રેસ રહે. કાલાવડ નાકા બહાર, અને મીતાક સૈયદબીનભાઈ અઝરમી ઉ.28 ધંધો ઈલેક્ટ્રીક નો રહે. કાલાવડ નાકા બહાર ગુજરાતી વાડને ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ અન્ય ઇસમો કાયદાથી સંઘષિત કિશોરો વિરુદ્ધમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here