Abtak Media Google News

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિજ પોલ, ફિડર તથા ટ્રાન્સમીટરને નુકશાન થયું છે. જેના કારણે જિલ્લાના ૮૪ જેટલા ગામોમાં વિજ પુરવઠાને અસર થયેલ છે ત્યારે આ તમામ ગામોમાં  તાત્કાલીક અસરથી વિજ પુરવઠો પુર્વવત થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અતિવૃષ્ટિ સંદર્ભે જામનગર ખાતે મુલાકાત લીધી હતી. તે વેળાએ PGVCLના અધિકારી ડો.ડી.બી.વ્યાસ મેનેજિંગ ડાયરેક્ટર, જે.જે.ગાંધી મુખ્ય ઈજનેર અને PGVCL તથા જેટકોના અન્ય અધિકારીઓએ સાથે બેઠક કરી હતી.

ત્યારબાદ યુધ્ધના ધોરણે આ તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ થાય તે માટે કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યુ હતું. આ બાબતે PGVCLના અધીક્ષક ઈજનેર સી.કે.પટેલે જણાવ્યું હતુ કે, જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ ૮૪ ગામોમાં ભારે વરસાદને કારણે વિજ પુરવઠો ખોરવાયેલ જેમાના ૮૪ ગામો પૈકી ૬૦ ગામોમાં અત્યાર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.

41Be4Fd3 4963 4B75 8B97 688A50Cc3A62

બાકી રહેલ અન્ય ૨૪ ગામોમાં આજ સાંજ સુધીમાં વિજ પુરવઠો કાર્યરત કરવા અંગે PGVCL દ્વારા યુધ્ધના ધોરણે ૪૬ કોન્ટ્રાકટરોની ટીમો કામે લગાવી અને ૪૮૮ જેટલા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાનું આયોજન હાથ ધરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.