Abtak Media Google News

જામનગર સમાચાર

સેનાની ત્રણેય પાંખ, જિલ્લા પોલીસ, એન.સી.સી. કેડેટ્સ, શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો સહિત 3 હજારથી વધુ લોકોએ દોડમાં ભાગ લીધો હતો . સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે આર્મી, એરફોર્સ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.Whatsapp Image 2023 10 31 At 10.57.14 A05Ef1Fc

જેને મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  નિલેશભાઈ કગથરા, જિલ્લા કલકટર  બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશ્નર  ડી.એન.મોદી, પોલીસ અધીક્ષક  પ્રેમસુખ ડેલુ, નેવી કોમોડોર જે.એસ.ધનોવા, એરફોર્સ એર કોમોડોર શ્રી પુનિત વિધ, બ્રિગેડિયર સૌરભ વત્સ, શાશક પક્ષના નેતા શ્રી આશિષભાઈ જોશી, શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.Whatsapp Image 2023 10 31 At 10.57.19 7E2682C7

આ દોડમાં સેનાની ત્રણેય પાંખ, જામનગર જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ,જામનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાના કર્મીઓ તથા શહેરીજનો વગેરે મળી 3 હજારથી વધુ લોકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

Whatsapp Image 2023 10 31 At 10.57.18 6C01B44D આ દોડ વિવિધ બે કેટેગરીમાં યોજાઈ હતી જેમાં મહિલાઓ અને બાળકો માટે 3 કી.મી.તેમજ ઓપન દોડ 6 કી.મી.નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રૂટ એકની દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 ના પાર્કિંગથી ગુજરાત ટ્રાવેલ્સ, શ્યામજી કૃષ્ણવર્મા ગાર્ડન, શ્રદ્ધા હોસ્પીટલ, મિગ કોલોની, જંગલેશ્વર મહાદેવ મંદિર, પ્રદશન ગ્રાઉન્ડ, લાલ બંગલો, ભીડભંજન મંદિર સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થઇ ગેઇટ નં.2 પર પૂર્ણ થઈ હતી.

Whatsapp Image 2023 10 31 At 10.57.13 05824F32 જ્યારે રૂટ બે ની દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 પાર્કિંગથી ભુજીયા કોઠા, ખંભાળિયા ગેઇટ, આયુષ હોસ્પીટલ મેઈન રોડ, એસ.ટી.બસ ડિપો, સાત રસ્તા, પ્રદશન ગ્રાઉન્ડ, લાલ બંગલો થઇ ભીડભંજન મંદિર સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થઇ ગેઇટ નં.2 પર પૂર્ણ થઈ હતી.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.