Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બીલ્ડીંગમાં ધરાશાયી થતા ત્રણ લોકોના દબાઈ જવાથી મૃત્યુ નીપજ્ય હતા ત્યારે આ અંગે મૃતકોને તેમજ અન્ય ઇજાગ્રસ્તોને આર્થિક સહાય આપવાના મુદ્દે કોંગ્રેસે રેલી યોજી કમિશનરને આવેદન પાઠવ્યું હતું જેમાં નાના ભૂલકાઓને પણ હાથ જોડીને સાથે રખાયા હતા. મૃતકને દસ લાખ તેમજ ઈજાગ્રસ્ત ને પાંચ લાખની સહાય ની માંગણી કરવામાં આવી હતી.

Img 20230626 Wa0026

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે સ્થાનિક આવાસ ના રહેવાસીઓને સાથે રાખીને રેલી કાઢવામાં આવી હતી, જેમાં વાવડી સંખ્યામાં નાના ભૂલકાઓ ની સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. સાધના કોલોનીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિઓના પરિવારજનોને દસ લાખ રૂપિયાની સહાય આપવા, તેમજ ઈજાગ્રસ્તોને પાંચ લાખની સહાય આપવાની પણ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.

Img 20230626 Wa0024

શહેર કોંગ્રેસના પ્રમુખ દીગુભા જાડેજા, તેમજ ધવલ નંદા તેમજ અન્ય કોર્પોરેટરની આગેવાનીમાં કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથો સાથ લાલવાડી વિસ્તારમાં આવેલા ૫૧૨ ફલેટ, કે જેમાં પણ રહેવું અતી જોખમકારક છે, જેથી આ બ્લોકમાં વસવાટ કરતા નાગરિકોનો અન્ય સ્થળે સ્થળાંતર કરી આપવાની  માંગણી કરવામાં આવી છે. તેમજ જુના આવાસને તોડીને તે સ્થળે નવા આવાસ બનાવી તેઓને આવાસનું ફાળવણી કરવામાં આવે તેવી પણ માંગણી કરાઈ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.