Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર : ઉચ્ચ ન્યાયાલયની દરમિયાનગીરીથી અરજદારને રાહત

Advertisement

જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર આવેલ કરોડો રૂપિયાની કીમતની જમીનનો વિવાદ છેક સુપ્રીમ કોર્ટ પહોચ્યો છે. ૨૩ એકર ઉપરાંતની આ પારિવારિક જમીન પર હક્ક હિસ્સા બાબતે છેક સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવામાં આવી છે. ઉચ્ચ ન્યાયાલયે આ પ્રકરણમાં અરજદાર તરફે હુકમ કરી સ્ટેટ્સ્કવોનો હુકમ કર્યો છે. નગરનું જમીન પ્રકરણ છેક સુપ્રીમમાં પહોચતા હવે શું ?ની ચર્ચાઓનો દોર શરુ થયો છે.

જામનગર શહેરમાં શરુ સેક્સન રોડ પર મુળ રેવન્યુ સર્વે નંબર ૧૨૩ની એકર ૨૩–૧૫ ગુંઠા ની ખેતીની જમીન મુળ કેશવજી દેવજી દ્વારા ખરીદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ જ જમીનમાં કેશવજી દેવજી, ૨જીવ દેવજી તથા હંસરાજ દેવજી ના નામો રેવન્યુ રેકર્ડમાં સંયુકત રૂપે દાખલ કરવામાં આવ્યા હતા. સમય જતાં આ જમીન અન્વયે ટી.પી. સ્કીમ લાગુ થઇ હતી. જેમાં રે.સ.નં. ૧૨૩ ના ફાઈનલ પ્લોટ નં.૬૪,૬૮,૯૦, તથા ૯૩ આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના અરજકર્તા ગંગદાસ હંસરાજ પટેલના જન્મના પીતા કેશવજીભાઈ છે, તેમને હંસરાજ દેવજી દ્વારા દતક પુત્ર તરીકે એડોપ્ટ ક૨વામાં આવ્યા છે.

જે અન્વયે હંસરાજ દેવજીના વારસો જીવીબેન હંસરાજ, નયનાબેન ડાયાલાલ ઠુંમર, કુસુમબેન રણછોડભાઈ કોયાણી, હેમલતાબેન જયસુખભાઈ ઠુંમર તથા મંજુબેન એ.પીપલીયા વચ્ચે વર્ષ ૨૦૦૮માં પારીવારીક સમજુતી થઇ હતી. સમજુતી છતાં હંસરાજભાઈના પુત્રી નયનાબેન ઉર્ફે નંદુબેન ડાયાલાલ ઠુંમર દ્વારા જામનગરની કોર્ટમાં પારીવારીક સમજુતીનું લખાણ રદ કરવા તથા પાર્ટીશન કરવા દાવો કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ગંગદાસભાઈ દ્વારા આ દાવા સામે કાઉન્ટર કલેઈમ દાખલ કરવામાં આવ્યો હતો. આ દાવો હાલ કોર્ટમાં પેન્ડીંગ છે.

આ જમીન અંગે ટી.પી. સ્કીમની કાર્યવાહી અંગે અરજદાર દ્વારા સીવીલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આ દાવો હાલ પેન્ડીંગ છે તેમ છતાં અન્ય વારસદારો દ્વારા ટી.પી. સ્કીમની કાર્યવાહી અંગે રાજ્યની હાઈકોર્ટમાં એલ.પી.એ. નં. ૪૩૫/૨૦૧૮થી કેશવજી દેવજી, હંસરાજ દેવજી તથા ૨વજી દેવજીના વારસો વચ્ચે મીલાપીપણામાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ પીટીશનમાં અરજદાર ગંગદાસ હંસરાજ પટેલનું ખોટું સરનામું દર્શાવી પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ગંગદાસભાઈ પક્ષકાર હોવા છતાં તેમની જાણ અને સહી વગર તા. ૧૯–૧૦–૨૦૧૯ ના રોજ દાવાઓની હકીકત દર્શાવ્યા વગરનું સમાધાનનું લખાણ હાઈકોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું. આમ પક્ષકારો દ્વારા ગેરકાયદેસર રીતે હાઈકોર્ટને ગે૨માર્ગે દોરી તા. ૨૧–૧૦–૨૦૧૯ થી હુકમ મેળવ્યો હતો. આ હુકમ સામે અરજદાર ગંગદાશભાઈ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એમસીએ રીકોલ/રીવ્યુ પીટીશન દાખલ કરી હતી. જે અનુસંધાને હાઈકોર્ટ દ્વારા તા. ૦૨.૦૫.૨૦૨૩ના હુકમ કરી, અન્ય અરજદારો દ્વારા તા. ૧૯.૧૦.૨૦૧૯ના સમાધાનના આધારે તા. ૨૧.૧૦.૨૦૧૯ ના મેળવાયેલ હુકમ ગંગદાસ હંસરાજ પટેલને બંધનકારક ન હોવાનું ઠેરવ્યું હતું.

તેમ છતાં અન્ય વારસદારોએ મીલાપીપણામાં ગંગદાસ હંસરાજ પટેલ જોગ ગુજરાત હાઈકોર્ટે કરેલ તા. ૨–૫–૨૦૨૩ ના હુકમનું ઔચીત્ય ખતમ કરવા ગુજરાત હાઈકોર્ટમાં ફરીથી અરસ પરસ ગોઠવણ યુકત માનસીકતાથી હુકમ મેળવવા કન્ટેમ્પટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ તમામ ગેરકાયદેસરની એકટીવીટીની હકીકતો અને રેકર્ડ સાથે ગંગદાસ હંસરાજ પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેશ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેશ અનુસંધાને સુપ્રીમ કોર્ટ દ્વારા તા. ૨૨–૯–૨૦૨૩ ના હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં શરૂશેકશન રોડ પરના ફાઈનલ પ્લોટ નં. ૬૪,૬૮,૯૦,૯૩/૧, ૯૩/૨ તથા ૯૩/૩ ની જમીનો અંગે ધ પાર્ટીસ સેલ મેન્ટેઇન સ્ટેટસકવો નો હુકમ ફરમાવેલ છે. સુપ્રીમ કોર્ટમાં અરજદારના વકીલ તરીકે આસ્થા મહેતા, નિકુંજ કનારા તથા ગીરીશ ગોજીયા રોકાયા હતા.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.