Abtak Media Google News

મહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલમાં અરજદારોને પડતી હાલાકી મામલે અધિકારી અને કોંગી કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જન્મ મરણ શાખાના અધિકારી દ્વારા ગેરવર્તન, ફોર્મના ઘા સહિતની લોકફરિયાદોના પગલે નગરસેવકે તપાસ કરતા વાત વણસી હતી. નગરસેવકે અધિકારી સામે પગલાં લેવા કમિશ્નરને ફરિયાદ કરી છે.

Advertisement

મહાનગર પાલિકાની જન્મ મરણ શાખામાં અધિકારી દ્રારા ગેરવર્તન, નામ અને સરનામાં સહિતની વિગતોમાં નાની ભૂલો કાઢી હોસ્પિટલના ધકકા ખવડવામાં આવી રહ્યાની અને ફોર્મના ઘા કરવામાં આવતા હોવાની ફરિયાદો લોકોમાં ઉઠી હતી. જેના પગલે સોમવારે કોંગી નગરસેવક અલ્તાફ ખફીએ જન્મ મરણ શાખામાં આકસ્મિક તપાસ કરી હતી. આ દરમ્યાન શાખાના અધિકારીએ ઉડાઉ જવાબ આપતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આથી કોંગી નગરસેવકે અધિકારી સામે તાકીદે કડક પગલાં લેવા કમિશ્નરને ફરિયાદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.