Abtak Media Google News

જોડીયા તાલુકાના ભાદરા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિક યુવાને પોતાની પત્ની રિસાઈને ઘર છોડી ચાલી જતાં જિંદગીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ જોડિયા તાલુકાના ભાદરા ગામના ખેડૂત ઘનશ્યામભાઈ ગંગદાસભાઈ ભંડેરીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા હીરુભાઈ શોભનસિંહ અલાવા નામના 37 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને વીજ કંપનીના વીજપોલના લોખંડના એંગલમાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો હતો.

આ બનાવ અંગે મૃતકના ભાઈ જોગડીયાભાઈ અલાવા એ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાનની પત્ની લીલાબેન ઘર છોડીને ચાલી ગઈ હોવાથી હીરુભાઈ ને મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.