Abtak Media Google News

યુવતીને ભગાડી લગ્ન કર્યા બાદ બનેવી સહિત ત્રણ શખ્સોએ સાળા અને કાકાજી સસરાને ઢીબી નાખ્યાં

જસદણ તાલુકાના આંબરડી ગામે પ્રેમ લગ્ન મામલે કાકા અને ભત્રીજા પર હુમલો કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. યુવતીને ભગાડી લાંગ કર્યા બાદ બનેવી સહિત ત્રણ શખ્સોએ સાળા અને કાકાજી સસરાને ઢીબી નાખ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આમ અરદી ગામે રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ ધનજીભાઈ કલાપરા નામના 21 વર્ષીય યુવાને જસદણ પોલીસ મથકમાં પોતાના બનેવી ગોપાલ ભરત ઓતરાદી, તેના પિતા ભરત ઓતરાદી અને સુનીલ રમેશ ઓતરાદી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ રાહુલની બહેન નંદુએ એક વર્ષ પહેલાં ગામના ગોપાલ નામના શખ્સ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાબતે બંને પરિવાર વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ત્યારે ગઇ કાલે રાહુલ અને તેના કાકા અશોકભાઈ લવાભાઈ કલાપરા (ઉ.વ.40) વાડીએ જતા હતા ત્યારે ગોપાલ સહિત ત્રણ શખ્સોએ ધારિયા વડે હુમલો કર્યાનું જણાવ્યું છે. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.