Abtak Media Google News

પાલિકા કચેરી પોલીસ છાવણીમાં ફેરવાય : ચુસ્ત બંદોબસ્ત

જસદણ નગરપાલિકાની ગુરુવારે સજજડ પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલ સામાન્ય સભા ફકત ૧૦ મીનીટસમાં પૂર્ણ થતાં લોકશાહીને ઝાંખપ લાગે એવા દ્રશ્યો સામે આવ્યા હતા. જસદણ નગરપાલિકાની સામન્ય સભામાં કેટલાય એવા શંકાસ્પદ મુદ્દા હતા.

જેનાથી જસદણની પ્રજાના ખીસ્સામાંથી કરોડો રૂપિયા સેરવાય જાય અને ભુતકાળમાં જુદા જુદા કામોમાંથી કટકી અને કૌભાંડ ઓફીસરો અને નગરસેવકોએ મળીને કર્યુ હતું. એવા કેટલાક મુદ્દાઓ સામાન્યસભામાં હતા. આ સામાન્ય સભા ૧૦ મીનીટ ચાલી હતી.20181101 110804 1 અને ત્યારબાદ પ્રમુખએ એવું કહ્યું કે, અમને દરેક ઠરાવ પસાર કરવા માટે ૧પ સભ્યોએ ટેકો આપ્યો છે. હવે સભા સમાપ્ત થાય છે. જે સભ્યોને વાંધો વચકો હોય તે લેખીતમાં આપે. આ સામાન્ય સભા ફકત ૧૦ મીનીટમાં પૂર્ણ થતાં કેટલાક સભ્યો બબડતા બહાર નીકળી ગયા હતા. પણ શાસક કે વિરોધ પક્ષના એક પણ સભ્ય મીડીયા સમક્ષ આવ્યા નહોતા.

પરંતુ ૧૬ સભ્યોએ આ સામાન્ય સભા રદ થાય એવું લેખીત આપેલ હતું. આ સામાન્ય સભાનો નિર્ણય શું થયો તે અંગે જણાવ્યું કે હું હજી કાગળીયા ભેગા કરુ છું પછી નિર્ણય લઇશે. તમે રુબરુ આવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.