સાયન્સ, મેનેજમેન્ટ, આઇટી સહિતના વિઘાર્થીઓ માટે ખ્યાતનામ સંસ્થાઓમાં જોડાવાની અમુલ્ય તક: ર૪મીએ છેલ્લો દિવસ

હરિવંદના કોલેજ ખાતે જોબ ઓપરર્ચ્યુનિટી કાનિૈવલ-૨૦૧૮ નું આયોજન ચેરમેન મહેશભાઇ ચૌહાણ અને કેમ્પસ ડાયરેકટર સરવેસરભાઇ ચૌહાણનો માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

વિશાલભાઇ વસા

૨ 1જેમાં હરિવંદના કોલેજનાં વિશાલભાઇ વસા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કાર્નિવલ જુદા જુદા ચાર દિવસમાં વહેચલું છે. ૨૧ મેથી ર૪ મે સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ર૧તારીખે સાયન્સ ડિપાર્ટમેન્ટ, રર તારીખે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, ર૩ તારીખે આઇટી ડિપાર્ટમેન્ટ જેમાં આઇટીના સ્ટુન્ડ આવી કંપની સામે એપ્લાય કરી શકશે. ર૪ તારીખે જુદી જુદી સ્કુલો અહી ભાગ લેશે.

જેમાં એજયુકેશન ડિપાર્ટમેન્ટમાં પણ એપ્લાય કરવું તો તેઓ પણ આવી શકે છે. દરેક દિવસ ૪૦ થી વધારે કંપનીઓ હરિવંદના કોલેજના આંગણે આવી ચુકેલી છે. અને ૭૦૦ થી વધારે વિઘાર્થીઓ હરિવંદના જોબ કાર્નિવલમાં ભાગ લેશે. પોતાના ભવિષ્ય માટેનો પુરે-પુરો પ્રયત્ન કરવાનાં છે. જોબ માટેનો હેતુ એવો હતો કે માત્ર હરિવંદના કોલેજના વિઘાર્થીઓ નહીં પણ તેની સાથે સાથે રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના તમામ સ્ટુન્ડસ લાભ લઇ શકે તે માટે જોબ ઓપરર્ચ્યુનિટી કાર્નિવલ ઓપન ફોર ઓલ રાખેલો છે. કોઇપણ સંસ્થા કે કોલેજમાંથી ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજયુએટ સ્ટુન્ડસ આવે તે માટે ઓપન ફોર ઓલ રાખેલો છે.

અમે દર વર્ષે આ રીતે આયોજન કરીએ છીએ. બની શકે તેનું સ્વરુપ નાનું મોટું હોય શકે પણ અમારો અથાગ પ્રયત્ન એ જ હોય છે કે કોઇ પણ મળે કોઇપણ વિઘાર્થી સારી કંપનીમાં પ્લેસ થઇ જાય તેવા પ્રયત્નો રહેતા હોય છે.

રામકૃષ્ણ નડિયાપરા

૫

રામકૃષ્ણ નડિયાપરા (હરીવંદના કોલેજ)એ જણાવ્યું હતું કે અમારી કોલેજનો લક્ષ્ય  છે કે વિઘાર્થીઓને જોબ મળે અને અમારી કોલેજ નહી પણ બધી કોલેજના વિઘાર્થી માટે આ તક સારી છે. અમારી કોલેજ તરફથી અલગ અલગ ગ્રુપ બનાવ્યા છે. જેથી વિઘાર્થીઓને તકલીફ ન થાય અને સાથે કંપનીને પણ પ્રોબ્લેમ ન થાય અને બની કોલેજમાં પણ આ રીતે આયોજન કરવું જોઇએ. જેથી વિઘાર્થીઓને જોબ મળી રહે જેવું હરિવંદન કોલેજે આયોજન કર્યુ છે તેવું અન્ય કોલેજોએ પણ આયોજન કરવું જોઇએ.

પ્રિયંકા મિશ્રા

 

૧ 3પ્રિયંકા મિશ્રા (આર.કે. યુનિવસીટી) એ કહ્યું હતું કે અહીં કોલેજ ખાતે ડિપાર્ટમેન્ટ વાઇસ આયોજન કરવામાં આવ્યું છે. જે ખુબ જ પરફેકટ છે. અનય કોલેજોમાં આયોજન થાય તો તે પણ ડિપાર્ટમેન્ટ વાઇસ નહી હોતા અને ખુબ જ ઓછા હોય છે અને અહીં જે કેન્ડીકેટ આવતા હોય તેમના માટે ખુબ જ આસાન થઇ જાય છે. આ રીતનું આયોજન અન્ય કોલેજમાં પણ કરવું જોઇએ જેથી કરીને જે અનએમ્પોઇમેન્ટ છે તે ઘટી જાય અને જે ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ છે તો તેમને જોબ મળી રહે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.