Abtak Media Google News

૧૦૦૦૦થી અધિક હરિભક્તોની હાજરીમાં સ્વધર્મ દિનની ઉજવણી

યુવકોએ સ્વાગત નૃત્યથી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવ્યા

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે.

પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે તેમજ તેમને ભક્તિઅર્ધ્ય અર્પણ કરવા યુવાનોએ વિશિષ્ટ તપ વ્રત કર્યા હતા. જેમાં અનેક યુવકોએ ૧૧ દિવસના લીક્વીડ ઉપવાસ તેમજ ૯૮ કલાકના નિર્જળા ઉપવાસ પણ કર્યા હતા. મહિલા હરિભક્તો દ્વારા પણ તપ-વ્રત રૂપી ભક્તિ અર્પણ કરવામાં આવી, જેમાંમહિલાઓ પદયાત્રામાં જોડાયા હતા તથા પ્રદક્ષિણા-દંડવત રૂપી ભક્તિ અર્પણ કરી હતી. તપ-વ્રત ઉપરાંત ભક્તિ અને આદ્યાત્મિક જ્ઞાનના પોષણરૂપી પારાયણો યોજવામાં આવી હતી,જેમાં ૫૦૦થી વધુ મહિલા હરિભક્તો જોડાયા હતા. આ પારાયણમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત, સ્વામીની વાતો, અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે જેવા ગ્રંથોનું પઠન કરવામાં આવ્યું હતું. આ રીતે ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા મહિલા હરિભક્તોએ તપ-વ્રત અને જ્ઞાનરૂપી વિશિષ્ટ ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.

વહેલી સવારે ૫ વાગ્યાથી જ હજારો હરિભક્તો પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાત:પૂજા દર્શનના લાભ માટે ઉમટી પડે છે. આજનો દિવસ સ્વધર્મ દિવસ તરીકે ઉજવાયો હતો જેમાં સાયંસભામાં યુવકો દ્વારા સ્વાગત નૃત્ય આવો પધારો મહંતસ્વામી મહારાજ…ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેમજ થીમને અનુરુપ અને વર્તમાન સમયની વ્યસનની સમસ્યા રજૂ કરતા અદ્દભુત સંવાદની પ્રસ્તુતિ રાજકોટ છાત્રાલયના યુવકો દ્વારા કરવામાં આવી હતી. અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે,યુવાન જો વ્યસનના માર્ગે દોરાય તો વિનાશ નોતરે છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં સંતોના સંગે રહીને યુવાનો વ્યસનમુક્ત અને સંસ્કારી બને છે તેમજ સત્સંગના યોગથી સારા માર્ગે ચાલી શકે છે. સભાના અંતે મહિલા હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ કલાત્મક હાર અને વિશિષ્ટ ચાદર પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.