Abtak Media Google News

રોકડા અને વાહનો મળી રૂ ૮.૧૫ લાખનો મુદામાલ કબ્જે: ૧૦ લીટર દારૂ મળી આવ્યો

ધ્રાગધ્રા શહેરમા પીઆઇ તરીકે એન.કે.વ્યાસની નિમણુક બાદ શહેરમા સદંતર બે નંબરી તમામ ધંધા પર અંકુશ લાદી દેવાયો હતો પરંતુ ગત ૩ ઓક્ટોમ્બરના રોજ કડક પીઆઇ એન.કે.વ્યાસની બોટાદ ખાતે બદલી થતા જ અસામાજીક તત્વોની રંજાડ વધી હતી.

ત્યારે એકાએક શહેરી વિસ્તારમા દારુ જુગારના અડ્ડા થતા પોલીસ પણ સતઁક બની ગઇ હતી અગાઉ શહેરમા જે રીતે શાંતિ સ્થપાયેલી હતી તે જ રીતે યથાવત રાખવા કોઇપણ જાતની સેહ-શરમ વિના ગઇકાલે ધ્રાગધ્રા સીટી પોલીસના સ્ટાફ દ્વારા મસમોટા જુગારધામ પર દરોડો કરી ૨૬ જેટલા જુગારીઓ પર ફરીયાદ હાથ ધરી હતી.

જેમા ધ્રાગધ્રા પોલીસ નાયબ અધિક્ષક આર.બી.દેવધાની સુચના તથા માગઁદશઁન હેઠળ પીએસઆઇ ખરાળી, રણજીતસિંહ ચૌહાણ દશરથભાઇ ધાંધર, મહાવીરસિંહ રાઠોડ, યુવરાજસિંહ સોલંકી સહિતનાઓ ગત મોડી સાંજ દરમિયાન ધ્રાગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમા પેટ્રોલીંગમા હતા

તે સમય દરમિયાન મહાવીરસિંહની ખાનગી બાતમીના આધારે નરશીપરા વિસ્તારમા આવેલી ફલકુ નલીના પટ્ટમા મસમોટુ જુગારધામ ચાલતુ હોવાની હકીકતના આધારે તમામ પોલીસ સ્ટાફ દરોડો કરવા જતા નાશભાગ મચી જવા પામી હતી. જેમા કેટલાક જુગારીઓ ત્યાથી ભાગી છુટવામા સફળ પણ રહ્યા હતા.

ત્યારે પોલીસ દ્વારા (૧) પંકજ દાનાભાઇ છાસીયા (૨) કાંતિ દાનાભાઇ છાસીયા (૩) ઇકબાલ મુશાભાઇ મુમાણી (૪) રામદેવ ગોવરધનભાઇ પરમાર (૫) કાદર હુશેનભાઇ મેમણ (૬) મુશા અલીભાઇ કુરેશી (૭) સીકંદર દિલાવરભાઇ મોવર (૮) બિલાલ રફીકભાઇ મેમણ (૯) યાશીન ઇબ્રાહિમભાઇ ભટ્ટી (૧૦) દાઉદ કાદરભાઇ મેમણ (૧૧) ચતુર બેચરભાઇ સંતોકી (૧૨) યાશીન રજાકભાઇ મેમણ (૧૩) સરતાજ સલીમભાઇ અંશારી (૧૪) અનવર જુશબભાઇ જામ સહિતનાઓને રંગેહાથ જુગાર રમતા ઝડપી લઇ (૧) હસમુખ અંબાલાલ શાહ (૨) ધરમેઁન્દ્ર ઉફેઁ ભાણો (૩) નિલેશ ઠક્કર (૪) ચીરાગ વડોદરી (૫) સુરેશ ચતુરભાઇ દલવાડી (૬) સંકર સોઢા (૭) દિલો મુલ્તાની (૮) ભોલો દલવાડી (૯) ઘનશ્યામ દલવાડી (૧૦) મહિપાલ ટાંક (૧૧) વિષ્ણુ પટેલ (૧૨) મોટભા મેરુભા ઝાલા સહિતના બાર જેટલા જુગારીઓ ફરાર થયા હતા.

જ્યારે પોલીસના હાથે ચડી ગયેલા ૧૪ જુગારીઓ પાસેથી કુલ રોકડ ૫૬૧૨૦, મોબાઇલ નંગ ૧૪ કિમત રુપિયા ૧૮૦૦૦, એક કાર તથા આઠ બાઇક એમ કુલ ૯ વાહનોની કિમત ૭૪૦૦૦૦ તથા ચાજીંગ બેટરી નંગ ૨ કિમત ૧૦૦૦ એમ કુલ મળી ૮૧૫૧૨૦ના મુદ્દામાલ સાથે તમામ પર કાયદેસરની કાયઁવાહી કરીહતી આ તરફ મસમોટા જુગારધામમા દારુની મહેફીલ પણહોય જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતા ૧૦ લિટર દેશી દારુ પણ મળી આવ્યો હતો.

જેથી તમામ ૧૪ જુગારીઓ પર પ્રોહીબીશન એક્ટ મુજબની પણ ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ધ્રાગધ્રા શહેરમા મસમોટા જુગારધામ પર દરોડો કરતા પંથકમા ચોતરફ જુગારીઓમા ફફડાટ વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.