ધોરાજીની સબજેલમાં મોબાઈલ ,ચાર્જર સહિત તમાકુના પાઉચ બીડીની જુડી મળી આવ્યા

સબજેલોમાં સબ ભૂમિ ગોપાલ કી

એક કેદીએ કપાળ પર લાદીનો ટુકડો ભટકાડી પોલીસ સામે કર્યા ત્રાગા

ધોરાજી પોલીસ દ્વારા ધોરાજીની સબ જેલમાં ઓચિંતા ચકાસણી હાથ ધરતા જેલની બેરેકો માંથી મોબાઈલ, ચાર્જર,તમબાકુંની પડીકી ઓ બીડીની જુડી ઓ માવા બાકશ બે લેસર સહિત નો ગેરકાયદેસર મુદામાલ મળી આવ્યો હટો ચેકીંગ દરમિયાન એક કેદી દ્વારા પોલીસ સામે બબાલ કરી પોતાના માથા ઉપર કપાળ ના ભાગે લાદી નો ટુકડો પછાડતા પોલીસે કાર્યવાહી કરી હતી.ધોરાજી અને પોરબંદર માં મોબાઈલ અને પ્રતિબંધિત વસ્તુ ઓ મળી આવ્યા ની ચકચારી ઘટના ઓ બાદ ધોરાજી સબ જેલ માંથી પણ મોબાઈલ તમાકુ બીડી સહિત અન અધિકૃત વસ્તુ ઓ મળી આવતા સબ જેલો માં ચાલી રહેલી લાલીયા વાડી બહાર આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજી પી.આઈ.એચ.એ જાડેજા સહિત ના પોલીસ સ્ટાફે ધોરાજી સબ્જેલ માં રેડ કરી જેલની તમામ બેરેકો માંથી માવાના પરસલો તમબાકું ની પડીકી ઓ બીડી ની જુડી ઓ મોબાઈલ ચાર્જર મળી આવેલ હતા રેડ દરમિયાન સબ જેલ ના કેદી વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી બગડા મોબાઈલ સાથે એક નંબર ની બેરેક તરફ ભાગતો જોવા મળતા પોલિસે દોડી ને તેને પકડી લીધો હતો દરમિયાન વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી ને પોલીસ સામે સ્ટંટ આદરી બકવાસ શરૂ કરતાં વોર્ડન દ્વારા તેને અટકાવતા આ કેદી એ બાજુ માં પડેલ લાદી નો ટુકડો લઇ પોતાના કપાળ માં પછાડી ખેલ શરૂ કરતાં પોલીસે તેને જબે કરી કાર્યવાહી હાથ ધરી હતી ધોરાજી ની સબ્જેલ માંથી તમામ બેરેકો માં પ્રતિ બંધિત વસ્તુ ઓ મળી આવી હોઈ બેરેક ના કેદી ઓ સામે તપાસ હાથ ધરી સબ જેલ મા  મોબાઈલ ચાર્જર અને અનઅધિકૃત વસ્તુ ઓ કઈ રીતે પહોંચી તે અંગે પૂછ પરછ હાથ ધરવા મા આવી હતી.