Abtak Media Google News

રૂ. ૪ર હજારની રોકડ સાથે ૧૩ મહિલા સહિત ર૧ પત્તાપ્રેમી ઝડપાયા

શહેરના ચંપકનગર મવડી વિસ્તારમાં આવેલી જય શકિત સોસાયટી અને સમૃઘ્ધિ સોસાયટીમાં શહેર પોલીસે જુગારના દરોડા પાડી પત્તા ટીંચતી ૧૩ મહિલા સહિત ર૧ પત્તાપ્રેમીઓને રૂ. ૪ર હજારની રોકડ સાથે ઝડપી લીધી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલા ચંપકનગર શેરી નં. ૧માં રહેતો સુરેશ દામજીભાઇ ભંડેરી નામનો શખ્સ તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી પરથી જુગાર સ્થળ પર દરોડો પાડી જુગાર ખેલતા સુરેશ ભંડેરી સહિત જસ્મીન મનસુખભાઇ ભંડેરી, હેમંત કડવાભાઇ સોરઠીયા યોગેશ કાનજીભાઇ ભાલોડીયા અને દિવ્યેશભાઇ મનસુખભાઇ ચાવડીયા નામના શખ્સોને જડપી જુગારના પટમાંથી રૂ. રર,૪૫૦ ની રોકડ સાથે બી ડીવીઝન પી.એસઆઇ એમ.એફ.ડાંગર સહિતના સ્ટાફે કબ્જે કરી છે.

બીજો જુગાર દરોડો મવડી વિસ્તારમાં આવેલા જય શકિત સોસાયટી શેરી નં.૪ માં આવેલા આનંદ વિહાર માં રહેતા શાંતીદેવી રાજેશભાઇ સિંધવના મકાનમાં પાડી જુગટુ રમતી શાંતિદેવી સહિત અલ્પેશ વાલજીભાઇ વોરા, હીમાંશુ મધુભાઇ સોલંકી, વિપુલ મગનભાઇ મકવાણા, રતનાબેન હીરાભાઇ ચૌહાણ અને રમીલાબેન માવજીભાઇ ભોજાણીને રૂ. ૧ર,૨૦૦ ની રોકડ સાથે માલવીયાનગર પી.એસ.આઇ. વી.કે. ઝાલા, હેડ કોન્સ્ટે. ભાવિનભાઇ ગઢવી, દિવ્યપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.

ત્રીજો જુગાર દરોડો સીતારામ ચોક પાસે ભવાનીનગર મેઇન રોડ પર આવેલી સમૃઘ્ધિ સોસાયટી શેરી નં.૧ સાઇ કૃપા માં રહેતા માલતીબેન ધનરાજભાઇ સાકરીયાના મકાનમાં પાડી જુગાર રમતા માલતીબેન સહિત રંજનબેન લાલજીભાઇ બગથરીયા, જાગૃતિબેન વૈભવભાઇ કાજીયા, સરલાબેન મુકેશભાઇ ચૌહાણ, હંસાબેન નટુભાઇ મકવાણા, સોનલબેન જીતુભાઇ સોઢા, હીનાબેન મહેશભાઇ ગઢવી, અંજુબેન મોહનભાઇ સોલંકી અને મુકેશ ભગવાનજીભાઇ સોલંકી  નામની મહીલાઓને રૂા. ૭,૨૧૦ ની રોકડ સાથે તાલુકા પી.એસ.આઇ. એન.ડી. ડામોર સહિતના સ્ટાફે ઝડપી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.