Abtak Media Google News

વર્ષ ૨૦૧૩થી ખુન, મારામારી અને અપહરણ સહિત પોલીસ ચોપડે ચડેલ

જૂનાગઢ તાલુકા પોલીસે પકડેલા પ્રોહિબિશનના સરગવાળા ગામના આરોપીની પોકેટ કોપ એપ્લિકેશનને પોલ ખોલી હતી, અને આ આરોપીએ અગાઉ ૧૨ જેટલા ગુના આચર્યા હોવાનું પોલીસની સામે આવ્યું હતું.

Advertisement

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એન.સાગારકા સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા તાજેતરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં પકડાયેલ સરગવાડાનાં ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ વિરુદ્ધ પોકેટ કોપ એપ્લિકેશન નો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો. ગેર કાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા,  આરોપી ૨૦૧૩ ની સાલમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂન તથા રાયોટિંગના ૧ કેસમાં, ૨૦૧૫ ની સાલમાં પણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી, ઇજા, ગંભીર ઇજા, ૧૧૦ તેમજ હદપાર સહિતના ૫ કેસમા, ૨૦૧૬ ની સાલમાં ધમકી, મારામારી, તોડફોડ સહિતના ૨ ગુન્હાઓમાં, ૨૦૧૭ ની સાલમાં અટકાયતી પગલામાં ૩ વખત, ૨૦૧૮ ની સાલમાં અપહરણ, ખૂનની કોશિષના ૧ ગુન્હા મળી કુલ ૧૨ વખત ગુન્હાઓમાં તથા અટકાયતી પગલાઓમાં પકડાયેલ આરોપી હોવાનું સામે આવ્યુંં હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.