Abtak Media Google News

૬ જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે: ૯મીએ ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ

જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડનથી ૬૦ બેઠકો માટે આગામી ૨૧મી જુલાઈના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે આજે જાહેરનામુ પ્રસિધ્ધ તાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ૧૬મી જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે. જો કે, હજુ સુધી ભાજપ કે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી ન હોય. કોઈ ચૂંટણીલક્ષી ગરમાવો દેખાતો નથી.

જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી માટે આજે જાહેરનામુ પ્રસિધ્ધ તાંની સાથે જ ફોર્મ ભરવાનું શરૂ થઈ જવાનું છે.

આગામી ૧૬ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે. ૮ જુલાઈએ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ૯મી જુલાઈના રોજ ફોર્મ પરત કરી શકાશે.

૨૧મી જુલાઈના રોજ મતદાન યોજાશે અને ૨૩મીના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

જૂનાગઢ મહાપાલિકામાં કુલ ૧૫ વોર્ડ છે અને ૬૦ બેઠકો છે.

નવા સીમાંકન પ્રમાણે પ્રમવાર નવા સીમાંકન મુજબ ચૂંટણી યોજાય રહી છે. જેમાં કુલ ૨૩૮૦૨૪ મતદારો છે. કુલ ૨૯૭ મતદાન મકો ઉભા કરવામાં આવ્યા છે.

૩૯૦ ઈવીએમ મુકવામાં આવશે. ૧૫૧ મતદાન મકો સંવેદનશીલઅને ૪૩ મતદાન મકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.