Abtak Media Google News

જૂનાગઢના જાગૃત નાગરિક રાકેશભાઇ ડવે એક અરજી કરી, જવાબદારો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન એક્ટ 2020 અંતર્ગત કાર્યવાહી કરવા માંગ કરી હતી, જે અંગે અધિક કલેકટરે જુનાગઢના ટીંબાવાડીમાં આવેલ સર્વે નંબર 116ની જમીનમાં તપાસ કરવાના આદેશ કરાયા છે. અને ખાસ કરીને લેન્ડ ગ્રેબીંગનો ગુનો બને છે કે કેમ ? તેમજ એફઆઇઆર કરવાની થાય છે કે કેમ ? તે અંગે તપાસ કરી 21 દિવસમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.

Advertisement

મળતી વિગત મુજબ રાકેશભાઇ ડવ દ્વારા ટીંબાવાડીની સર્વે નં.116ની સરકારી જમીનનું ગેરકાયદેસર વેંચાણ કરી, દબાણ કરી, કબ્જો કર્યા અંગે અરજી થઈ હતી. અને આ મામલે જવાબદારો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન એક્ટ 2020 અંતર્ગત કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.

આ અરજીના અનુસંધાને અધિક નિવાસી કલેકટર અને જૂનાગઢ જિલ્લા લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) કમિટીના સભ્ય સચિવ ડી. કે. બારીઆએ તપાસના આદેશ કર્યા છે. તથા મદદનીશ કલેકટર પ્રાંત કચેરીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, અરજદાર રાકેશભાઇ ડવની અરજીની વિગતે જરૂરી ખરાઇ, તપાસ કરી આ મામલે એફઆઇઆર દાખલ કરવા પાત્ર થાય છે કે કેમ ? તે અંગે સ્પષ્ટ અભિપ્રાય સાથે ધી ગુજરાત લેન્ડ ગ્રેબીંગ(પ્રોહિબીશન) એક્ટ 2020 હેઠળ નિયમાનુસારની દરખાસ્ત કરી, સાધનિક કાગળો સાથે દિવસ 21માં રિપોર્ટ કરવા આદેશ કરાયો છે.દરમિયાન જૂનાગઢની આ જમીન મામલામાં શહેરમાં પ્રતિષ્ઠિત ગણાતા લોકોના નામ ચર્ચામાં છે, ત્યારે આ પ્રકરણમાં શું થાય છે તે તરફ તમામ લોકોની મિટ મંડાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.