Abtak Media Google News

માર્કેટ યાર્ડ હાપાનું વર્ષ 2021-22નું રૂા.11 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. માર્કેટ યાર્ડ હાપા ખાતે વર્ષ 2021-22નાં બજેટ (અંદાજપત્ર) મંજુર કરવા બાબતેની મીટીંગ જામનગર ગ્રામ્યનાં ઘારાસભ્ય અને માર્કેટ યાર્ડનાં ચેરમેન રાઘવજીભાઈ પટેલનાં અઘ્યક્ષસ્થાને મળી હતી.

Advertisement

આ બેઠકમાં માર્કેટ યાર્ડ હાપાનાં આગામી વર્ષ 2021-22માં કુલ આવક રૂા.1056.00 લાખ અને ખર્ચ રૂા.971.9 લાખનો અંદાજ મૂકવામાં આવેલ, આવકમાં મુખ્યત્વે શેષ ફી  ભાડુ  યુઝર્સ ચાર્જ  દુકાન વહેંચાણ આવક વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. ખર્ચની બાબતમાં મુખ્યત્વે મહેકમ ખર્ચ, ખાતેદાર ખેડૂતોનાં અક્સ્માત વીમા પ્રિમિયમ ખર્ચ, ઈલેક્ટ્રીસીટી, પાણી, સફાઈ વગેરે ખર્ચનો સમાવેશ કરેલ છે. વિકાસનાં કામો જેવા કે, ખુલ્લા પ્લેટફોર્મ પર રૂફીંગ કામ, ખુલ્લી જગ્યા પર આર.સી.સી. ઓટા, સી.સી. રોડ, પેવર બ્લોક, વિ. કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. અંદાજપત્રકની બેઠકમાં ચેરમેન રાઘવજીભાઈ પટેલ, વા.ચેરમેન ધીરજલાલ કારીયા, સભ્ય પ્રવિણસિંહ ઝાલા, જમનભાઈ ભંડેરા, તેજુભા, જાડેજા, સુરેશભાઈ વસોયા, ભગવાનજીભાઈ ધમસાણીયા, તખતસિંહ જાડેજા, દેવજરાજભાઈ જરૂ, દયાળજીભાઈ ભીમાણી, જીતેનભાઈ પરમાર, પ્રમોદભાઈ કોઠારી, અરવીંદભાઈ મેતા, તુલસીભાઈ પટેલ તમામ સભ્યોની હાજરીમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. બજેટની મીટીંગનું સચાલન માર્કેટ યાર્ડનાં સક્રેટરી હિતેષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.