Abtak Media Google News

ચોટીલા ખાતેથી આરઆરસેલના સ્ટાફે ઝડપી બંનેને જસદણ પોલીસ હવાલે કર્યા

રાજકોટના એડવોકેટની વડીલોપાર્જીત મિલકતના પ્રશ્ર્ને ચાલતી અદાવતના કારણે હત્યા કર્યાની કબુલાત

જસદણ તાલુકાના ભડલી ગામના રાજવી પરિવાર ધી‚ભા ગભ‚ભાઇ ખાચર પર જમીન વિવાદના કારણે ભત્રીજા સહિત ચાર શખ્સોએ આડેધડ ફાયરિંગ કરી હત્યામાં સંડોવાયેલા મૃતકના ભાઇ અને ભત્રીજાની ચોટીલા ખાતેથી આરઆરસેલના સ્ટાફે ધરપકડ કરી જસદણ પોલીસ હવાલે કર્યા છે. બંનેની પૂછપરછ દરમિયાન વડીલોપાર્જીત જમીનના પ્રશ્ર્ને ચાલતી અદાવતના કારણે હત્યા કર્યાની કબૂલાત આપી છે.

શહેરના પંચવટી સોસાયટી નજીક શ્રીકોલોનીમાં રહેતા અને રામકૃષ્ણનગરમાં ઓફિસ ધરાવતા ધી‚ભા ગભ‚ભાઇ ખાચર ગત તા.૨૫મી મેના રોજ પોતાના ગામ ભડલી ખેતીના કામ અર્થે ગયા હતા. ગત તા.૬ જુને બજારમાં ચાલીને જઇ રહ્યા હતા ત્યારે ધી‚ભાઇ ખાચરનો ભાઇ કરણ અને ભત્રીજો સિધ્ધરાજ ઉર્ફે સિધ્ધુ રાજુ ખાચરનો ભેટો થઇ જતા બંને પર હુમલો કરવા ધી‚ભાઇ ખાચરે નેફામાંથી કંઇ હથિયાર કાઢવા પ્રયાસ કર્યો તેમ સમજી બંનેએ પોતાની પાસે રહેલા તમાંચો કાઢી પીછો કરતા ધી‚ભાઇ ખાચર દોડીને દુધ મંડળીમાં પહોચી ગયા હતા.

દુધ મંડળીમાં ઘુસી ચારેય શખ્સોએ ધી‚ભા ખાચર પર ફાયરિંગ કરી હત્યા કરી ચારેય નંબર પ્લેટ વિનાની સ્વીફટ કારમાં ભાગી ગયા હતા. કોઇએ જસદણ પોલીસને જાણ કરતા પી.આઇ. એચ.જી.પલ્લાચાર્ય પોલીસ સ્ટાફ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

ધી‚ભાઇ ખાચરની હત્યાના ગુનામાં સંડોવાયેલા કરણભાઇ ગભ‚ભાઇ ખાચર અને તેનો ભત્રીજો સિધ્ધરાજ ઉર્ફે સિધ્ધુ રાજુભાઇ ખાચર ચોટીલાના થાન રોડ પર હોવાની બાતમીના આધારે આરઆરસેલના પી.એસ.આઇ. કૃણાલ પટેલ, એએસઆઇ દિનેશ પટેલ, હેડ કોન્સ્ટેબલ સંદિપસિંહ રાઠોડ અને શિવરાજભાઇ ખાચર સહિતના સ્ટાફે બંનેની ચોટીલાથી ધરપકડ કરી હતી.

બંનેની પૂછપરછ દરમિયાન ભડલી ખાતે આવેલી ૩૫૦ વિઘા ખેતીની વડીલોપાર્જીત જમીન પોતાના પિતાએ સરખે હિસ્સે લેવા અંગે ભાગ પાડયા હતા તેમજ માતાના ભરણ પોષણ માટે ૫૦ વિઘા જમીન માતા જેની સાથે રહે તેઓએ રાખવા અંગે જણાવ્યું હતું. માતા નાના પુત્ર કરણભાઇ ખાચર સાથે રહેતા હોવાથી ૫૦ વિઘા જમીન કરણભાઇ ખાચરના ભાગે આવે તેમ હોવા છતાં ધી‚ભાઇ ખાચર તે વાત ન સ્વીકારી હોવાથી લાંબા સમયથી અદાવત ચાલતી હોવાની બંનેએ કબુલાત આપી છે.

ધીરૂભા ખાચરે પોતાના ભત્રીજા પર ફાયરિંગ કરી હત્યાની કોશિષ કરી હોવાથી તે ગમે ત્યારે પોતાની હત્યા કરશે તેવા ડરના કારણે બે તમંચા મગાવ્યા હોવાની કબુલાત આપી હતી. બંનેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની પૂછપરછ માટે અને તમંચા કયાંથી લાવ્યા તે અંગે તપાસ કરવા બંનેને રિમાન્ડ પર લેવા જસદણ પોલીસે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.