ભ્રષ્ટાચારના આક્ષેપ બદલ કર્ણાટકના મુખ્યમંત્રી સીદારમૈયાએ મોદી-શાહને લીગલ નોટીસ ફટકારી

કર્ણાટકના મુખ્યમંત્રીએ ફેંકેલો ડિબેટનો પડકાર યદુરપ્પાએ સ્વીકાર્યો.

કર્ણાટકના મુખ્યમંત્રી સીદારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા ભાજપ પ્રમુખ અમિત શાહ સામે ક્રિમીનલ અને સિવિલ ડેફીમેશન નોટિસ મોકલી છે. તાજેતરમાં કોંગ્રેસના નેતાઓ સામે આક્ષેપોનો મારો કરાયા બાદ માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે.

આ નોટિસમાં કહેવાયું છે કે ભાજપે રાજકીય જાહેરાતમાં તેમન વડાપ્રધાન મોદીએ ચૂંટણી રેલીઓ દરમિયાન કરેલા આક્ષેપો પાયા વિહોણા અને ખોટા છે. વડાપ્રધાન મોદીએ જાણી જોઈને માનહાની કરી છે. કોંગ્રેસ અને મુખ્યમંત્રી સીદારમૈયાને બદનામ કરવા માટે પાયા વિહોણા આક્ષેપ થયા છે અને જાહેરાતો પ્રકાશીત કરવામાં આવી છે.

બીજી તરફ કર્ણાટક વિધાનસભામાં ચૂંટણી પ્રચાર માટે સોનિયા ગાંધીએ પણ ઝંપલાવ્યું છે. આવતીકાલે સોનિયા ગાંધી બીજાલરપુર ખાતે ચૂંટણી પ્રચારમાં જોડાશે. કર્ણાટકમાં આવતીકાલે વિશાળ રેલી નિકળશે. ત્યારબાદ લોકોને સોનિયા ગાંધી સંબોધશે. સોનિયા ગાંધી બે વર્ષના લાંબા સમય બાદ ફરીી ચૂંટણી પ્રચારમાં જોડાઈ રહ્યાં છે.

કર્ણાટક વિધાનસભામાં ચૂંટણી જંગ ઘેરો બન્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સીદારમૈયાએ તાજેતરમાં ભાજપના દાવેદાર યદુરપ્પાને ડિબેટ માટે ચેલેન્જ ફેંકી હતી જેનો યદુરપ્પાએ સ્વીકાર કર્યો છે અને સમયસર હાજર રહેવા તાકીદ કરી છે. આ ડિબેટમાં વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,