Abtak Media Google News

ચોટીલાના સુરજ દેવળ ખાતે યોજવામાં આવેલા એક સંંમેલનમાં ચારેક માસ પહેલા કરણી સેનાના અઘ્યક્ષ રાજ શેખાવત દ્વારા અમરેલીના એસ.પી. નિર્લીપ રોય અંગે કરેલી વિવાદાસ્પદ ટીપણી અંગે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચ અને સી.ટી. પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કરણી સેના અઘ્યક્ષ રાજ શેખાવતની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ચોટીલા કોર્ટ સમક્ષ રજુ કરી 10 દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવતા અદાલતે પ દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરથી ચોટીલા કોર્ટ સુધીના માર્ગમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શેખાવતને કોર્ટમાં રજુ કરાયા

કરણીસેનાના અઘ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ પાસેથી ધરપકડ કર્યા બાદ તેને સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. ત્યારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશી તથા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ તથા અલગ અલગ પોલીસ ટુકડી અમદાવાદ ખાતે જે સ્થળે શેખાવત હતા ત્યાંથી અટકાયત કરવામાંઆવી હતી અને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા હતા.રાજ શેખાવતની અટકાયત ના સમાચાર વાયુવેગે પ્રસરતા રાત્રી દરમિયાન કાઠી સમાજના આગેવાનો તથા કરણી સેનાના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન ખાતે પહોચ્યા હતા. અને ત્યાં લોકોનો જમાવડો એકઠો થયો હતો અને આ બાબતે પોલીસ સાથે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

Img 20210617 Wa0054

જો કે પોલીસ સ્ટેશને લોકોનો જમાવડો એકઠો થતા નાયબ પોલીસ અધિક્ષક પણ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. અને એકઠા થયેલા લોકોને સમજાવી મામલો શાંત પાડયો હતો.કરણી સેનાના અઘ્યક્ષ રાજ શેખાવતને ચોટીલા કોર્ટમાં લઇ જવાના માર્ગો પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમ્યાન શેખાવતને સુરેન્દ્રનગરથી ચોટીલા કોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં કોર્ટ બહાર પણ રાજ શેખાવતના સમર્થકોના ટોળા ઉમટી પડયા હતા. ચોટીલા કોર્ટમાં શેખાવતને રજુ કરી 10 દિવસના રીમાન્ડની માંગણી કરાઇ હતી.જયારે અદાલતે  કરણી સેના અઘ્યક્ષ રાજ શેખાવતની પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.