Abtak Media Google News

સોમનાથ મહાદેવની મહાઆરતી, ભાતીગળ મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ રચાયો

લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તથા બિરજુ બારોટે કાઠીયાવાડી શૈલીમાં ઐતિહાસિક પ્રસંગો સાથે ભજન સરિતા વહાવી

સૌરાષ્ટ્રમાં મેળાની આગવી પ્રથા છે. ગીર સોમનાથ જીલ્લામાં ઉજવાતા સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પૂર્ણિમા મેળો અગ્રીમ સ્થાન ધરાવે છે. પાંચ દિવસના મેળામાં આખરી દિવસે મહાઆરતી તેમજ ડાયરાની પૂર્ણાહુતી બાદ સમાપન યોજાયું. મહાભારતના અને પુરાણોના ઉલ્લેખ પ્રમાણે કાર્તિકિપૂર્ણીમાએ ભગવાન શિવએ ત્રિપુર નામના અસુરોનો નાશ કરી લોહ, રૌપ્ય અને સુવર્ણના નગરોનો બાળીને તે દિવસે અસુરના કષ્ટમાંથી લોકોને મુકત કરાવેલ. જેથી આ દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વનો માનવામાં આવે છે. ધાર્મિક પરંપરા જળવાઈ રહે તેવા શુભઆશયથી પરંપરાગત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ પારંપરીક મેળાનું આયોજન કરવામાં આવે છે.

સોમનાથ તીર્થધામમાં કાર્તિકીપૂર્ણીમાનું અને‚ મહત્વ સમાયેલ છે. શ્રી સોમનાથ મહાદેવના ભવ્ય દેવાલય જે કૈલાશ મહામે‚ પ્રસાદના નામથી વિશ્વપ્રસિઘ્ધ છે. જયાં શિખર ઉપર પૂર્ણિમાંની મધ્યરાત્રીએ ચંદ્રદેવ એવી રીતે સ્થિત થાય છે કે, જાણે સ્વયં ભગવાન સોમેશ્વરે ચંદ્રને મુગટ સ્વરૂપે ધારણ કરેલ હોય.

મધ્યરાત્રીએ ભગવાન સોમનાથજીની મહાપુજા-મહાઆરતી થાય છે. જેમાં ભકતો મહાઆરતી દર્શનનો લાભ લઈ શિવકૃપા પ્રાપ્ત કરે છે. ઘણા ભાવિકો પ્રતિવર્ષ કાર્તિકિપૂર્ણિમાં એ સોમનાથ મહાદેવના મધ્યરાત્રીએ દર્શન કરવાનું ચુકતા નથી. તેઓના કહેવા પ્રમાણે આ દર્શન કર્યા બાદ વર્ષભર એક અલૌકિક ઉર્જા તેઓને પ્રાપ્ત થાય છે.Dsc 5406ચંદ્રને પોતાના સ્વસુર દક્ષ પ્રજાપતીએ આપેલ શ્રાપ બાદ મુકિત મેળવવા બ્રહ્માજીએ પ્રભાસક્ષેત્રના રત્નાકર તટે ચંદ્રને શિવઆરાધના કરવા જણાવેલ. પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્રમાએ ૧૦ કરોડથી વધુ મહામૃત્યુંજય જાપના ફળ સ્વરૂપે ભગવાન શિવજી પ્રસન્ન થયેલા અને તેમના ફળસ્વરૂપે ચંદ્રને તેની કળાઓ પુન:પ્રાપ્ત થઈ. ચંદ્રની ભકિતથી પ્રસન્ન થઈ શિવ સ્વયં ચંદ્ર એટલે સોમનાથ એમ સોમનાથ સ્વરૂપે પ્રભાસમાં બિરાજમાન થયા. મધ્યરાત્રીએ સુપ્રસિઘ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર તથા બિરજુ બારોટએ પોતાની કાઠીયાવાડી શૈલીમાં લોકોને સંસ્કૃતિ અને ઐતિહાસિક પ્રસંગો સાથે ભજનસરિતા હિરણ નદીના કાંઠે વહાવી હતી.

સાત્વીક મનોરંજનથી લોકોમાં આનંદનો માહોલ છવાયો હતો. મેળો માત્ર મનોરંજનનું માધ્યમ ન બનતા લોકો સ્વરોજગાર પ્રાપ્ત કરી શકે તે માટે કૌશલ્ય નિર્માણ તાલીમ માટે માહિતી મેળવી લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું. સરકારના ઈન્ડેકસી વિભાગ દ્વારા ૧૦૦ જેટલા સ્ટોલમાં ગુજરાતમાંથી આવેલ હસ્તકલાના કારીગરોએ પોતાની કૃતિઓનું વિપુલ વિભાગ દ્વારા ૧૦૦ જેટલા સ્ટોલમાં ગુજરાતમાંથી આવેલ હસ્તકલાના કારીગરોએ પોતાની કૃતિઓનું વિપુલ વહેચાણ થયેલ અને ખુબ સારી રોજગારી મળેલ. જેમાં પાંચ દિવસની એક અંદાજ પ્રમાણે ૭૦ લાખ જેટલી આવક થયેલ હતી. કાર્તિકિ પૂર્ણિમા મેળાનું આયોજન ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી તથા અધ્યક્ષ કેશુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.