બાકીદારોની ત્રણ મિલકતો સીલ, 16ને જપ્તીની નોટિસ: બપોર સુધીમાં 45 લાખની વસૂલાત

અબતક, રાજકોટ

કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા આજે બાકી વેરો વસૂલવા માટે કડક ઉઘરાણી કરતા કાવેરી હોટેલ અને પાઇનેવીટા હોટેલે વેરો ભરપાઇ કરી દીધો હતો. બપોર સુધીમાં ત્રણ મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 16 મિલકતોને ટાંપ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે.

આજે ટેક્સ રિક્વરી સેલ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત શહેરના વોર્ડ નં.7માં વિદ્યાનગર મેઇન રોડ પર લાઇફ લાઇન કોમ્પ્લેક્સ, કનક રોડ પર કાવેરી હોટેલ, પેલેસ રોડ પર રાજશ્રૃંગી કોમ્પ્લેક્સ અને ગોંડલ રોડ પર પાઇનેવીટા હોટેલે બાકી વેરો ભરપાઇ કરી દીધો હતો. આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બે મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 7 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂા.19 લાખની વસૂલાત થવા પામી છે. વેસ્ટ ઝોનમાં 4 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂા.9 લાખની વસૂલાત થઇ છે.

જ્યારે ઇસ્ટ ઝોનમાં એક મિલકત સીલ કરવામાં આવી છે અને પાંચ મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂા.17 લાખની વસૂલાત થવા પામી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.