Abtak Media Google News

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની બદલી અને બઢતીના નિયમોને લઈને ચાલી રહેલા વિવાદનો આજે અંત આવી ગયો છે. કોઈ પણ સરકારી શિક્ષક બદલી માટે 10 વર્ષે અરજી કરી શકતો હતો પરંતુ હવે તે નિયમોમાં ફેરફાર થયો છે. શિક્ષકોના બદલીના નિયમો મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફન્સ યોજી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતું કે 10 વર્ષ પહેલા વિદ્યાસહાયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો બનેલા સમયની માંગ બદલવામાં આવ્યા છે. જેથી હવે ગવર્નમેન્ટ શિક્ષક 10 વર્ષની બદલે 5 વર્ષમાં બદલીની અરજી કરી સકશે.

આ નિર્ણય શિક્ષકોની માંગના અનુસંધાને રાજ્ય સરકારે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. સચિવ રાવ, નિયમક જોશી અને સમગ્ર ટીમ અને શિક્ષક ટીમના પ્રમુખ ભીખાભાઇ સાથે બેઠક કરી હતી. તેમની શિક્ષકોની સમસ્યા અને મૂળભૂત સમસ્યાઓને સમજી અરજીની સમય મર્યાદા ઘટાડવાનો  નિર્ણય કરાયો છે જે 2 લાખ શિક્ષકોને સીધી અસર કરશે

શિક્ષકોની બદલીને લઇ નવા નિયમ બનાવ્યા

  • નવા નિયમ પ્રમાણે ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેર બદલી થઇ શકશે
  • વતન શબ્દ દૂર કરવામાં આવે છે
  • 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે નિમણૂંક અપાયેલ છે તેવા શિક્ષકોને 5 વર્ષ પછી બદલી માટે અરજી કરી શકશે
  • 10 વર્ષના બોન્ડ કેસમાં સમય મર્યાદા 5 વર્ષ કરાઇ
  • ગ્રાન્ટેડ શાળાઓમાં પણ પતિ-પત્નીનો લાભ અપાશે
  • બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિ બનાવમાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.