કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન: ભારતીય ગેંડાનું સુરક્ષિત નિવાસ સ્થાન

ભારતના અન્ય અભયારણ્યોની તુલનામાં કાઝી રંગાએ વન્ય જીવન સંરક્ષણમાં વધુ સફળતા મેળવી છે: પૂર્વી હિમાલયના કિનારે જૈવિક વિવિધતા ભરેલા આ ક્ષેત્રમાં વન્ય જીવનની ઘણી જાતિ -પ્રજાતિઓ જોવા મળે છે

ભારતીય ગેંડા પ્રજાતિના બે તૃતીયાંશ ગેંડાઓ અહી રહે છે. ૨૦૦૬માં તેને વાઘ અભયારણ્ય જાહેર કરાયું આ ઉદ્દાન એશિયાઇ હાથી, જંગલી ભેંસ અને સાબરનું ઘર છે. પક્ષીઓના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સ્થળ જાહેર કર્યુ છે

ભારતના આસામ રાજયના ગોલાઘાટ અને નાગાંવ જીલ્લામાં આવેલ કાંઝી રંગા રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્ર્વ ઘરોહર તરીકે ઘોષિત કરાયું છે. ભાનરતીય ગેંડા પ્રજાતિના બે તૃતિયાંશ ગેંડાઓ અહીં રહે છે. સુરક્ષિત ક્ષેત્રોમાં વાઘની વસ્તી વધારે અહીં જોવા મળે છે. ૨૦૦૬માં આ સ્થળને વાઘ અભ્યારણ્ય જાહેર કરાયું હતું. અહીં એશિયાઇ હાથી, પાણીની જંગલી ભેંસ, સાબર (બારાસીંઘા) નું ઘર છે. બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા કાઝીં રંગાને પક્ષીઓના સંરક્ષણ માટે મહત્વ પૂર્ણ સ્થળ તરીકે જાહેર કરેલ છે.

પૂર્વી હિમાલયના કિનારે પ્રાકૃતિક વાતાવરણમાં જૈવિક વિવિધતા ભરેલા આ વિસ્તારોમાં વન્ય જીવનની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે, આ એક ઊંચા ઘાસ વાળુ નયનરમ્ય સ્થળ છે. અહીં એક બીજામાં ભળતી ચાર મુખ્ય નદીઓ છે જેમાં એક બ્રહ્મપુત્રા નદી સાથે બીલ તરીકે ઓળખાતા નાના તળાવો પણ છે. આ સ્થળ વિશે ઘણા પુસ્તકો ગીતો અને દસ્તાવેજી ચિત્રો બન્યા છે. ર૦૦૫માં આ કાઝીં રંગા અભ્યારણ્ય પોતાની ૧૦૦મી વર્ષ ગાંઠ ઉજવી હતી.

આ સ્થળનો ૧૯૦૪ સુધી ઉલ્લેખ મળે છે જયારે મેરી વિકટોરીયા લીઇટર કર્ઝન કે જેઓ ભારતના ગર્વનર જનરલ અને વાઇસરોય જર્યોજ કર્ઝનના પત્ની હતા. તેઓ આ સ્થળે ગેંડા જોવા આવ્યા પણ તેમને જોવા ન મળતા તેમના પતીને આ લુપ્ત થતી ગેંડા જોવા આવ્યા પણ તેમને જોવા ન મળતા તેમના પતીને આ લુપ્ત થતી ગેંડા પ્રજાતિ માટે તાત્કાલીક પગલા ભરવા સુચન કરતા યુઘ્ધના ધોરણે ૧પર ચો. કી.મી. ને આરક્ષિત જંગલ જાહેર કરીને તેનો વિકાસ કર્યો, ૧૯૦૮ માં શરૂ કરાવેલા કાર્ય બાદ ૧૯૧૬માં શિકાર ક્ષેત્ર ઘોષિત કરાયું જે ૧૯૩૮ સુધી ચાલ્યું બાદમાં શિકાર પર પાબંધી લગાડીને મુલાકાતીઓ માટે ખુલ્લુ મૂકાયું.

૧૯૫૦માં પી.ડી. સ્ટ્રેસી નામના વન્ય સંરક્ષણ દ્વારા કાઝીં રંગા આખેટ ક્ષેત્રને શિકારના ઓછાયામાંથી બહાર કાઢીને કાઝીંરંગા વન્યજીવન અભ્યારણ્ય નામકરણ કરાયું, ૧૯૫૪માં આસામની સરકારે ગેંડા કાયદો પસાર કર્યો જેમાં ગેંડાના શિકાર માટે ભારે દંડ અને સજાઓ અમલમાં આવતાં આ ક્ષેત્ર વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત બની ગયું.

૧૯૬૮માં આસામ સરકારે ‘રાષ્ટ્રીય ઉદ્યાન’કાયદો પસાર કર્યો હતો. ૧૯૭૪માં કેન્દ્ર સરકારે કાઝીં રંગાને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજજો આપ્યો હતો. યુનેસ્કો દ્વારા ૧૯૮૫માં આ સ્થળને વિશ્ર્વ ધરોહર સ્થળ જાહેર કરેલ હતું. બ્રહ્મપુત્રમાં જયારે પુરની આફત આવે ત્યારે આ સ્થળોમાં ઘણાં મોટા પ્રાણીઓના જીવનને હાની પહોંચે છે. માનવ નિર્મિત વસાહતોના અતિક્રમણને કારણે પણ તેના કુદરતી વાતાવરણને ખલેલ પહોંચી છે.

૨૦૦૫ સુધી તો શતાબ્દીની ઉજવણીનો ચળકાટ હતો. જેમાં બોર્ડ કર્ઝનના વારસદારો પણ જોડાયા હતા. ૨૦૦૭માં દેશમાં પ્રથમવાર હાથીઓ અને બે ગેંડા અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થળાંતર કરાયા હતા. આ સ્થળ વિશે ઘણી માન્યતાઓમાં કાઝી અને રંગાની પ્રેમ કથા, કાઝી અને રંગાઇ નામક નિસંતાન દંપતિની વાત અને રાજા પ્રતાપસિંહની લોકવાયકાઓ છે. કાઝી રંગાનો અર્થ લાલ બકરી (હરણ) ની ભૂમિ એવો થાય છે. આ પાર્ક પૂર્વ પશ્ર્ચિમ લગભગ ૪૦ કી.મી.  લાંબું છે. કાર્બી અંગ લોગના પહાડી વિસ્તારો પ્રાણીઓના આવાગમન માટે સલામતિ માર્ગ છે.

કાઝી રંગામાં ૩પ સસ્તર પ્રજાતિઓ વસવાટ કરે છે, જેમાની ૧પ આઇ.યુ.સી. એન. રેડલીસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓ જોવા મળે છે. અહીં ગેંડાની સૌથી મોટી પ્રજાતિઓ જોવા મળે છે. જે ૧૮૫૫ જેટલી જોવા મળે છે. આ ઉપરાંત ૧૬૬૬ જેટલી પાણીની ભેંસો, હરણ, હાથી, ગોર, સાબર સાથે નાના મોટા શાકાહારી પ્રાણીઓ સાથે વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે. કાઝીં રંગામાં વાઘ દિપડાની વસ્તી પણ સારા પ્રમાણમાં જોવા મળે છે.જંગલી બિલાડી, સસલું, નોળીયો, શિયાળ, રીંછ, પેંગોલીન, ઉડતી ખીસકોલી સાથે ભારતની કુલ ૧૪  વાનર જાતમાંથી ૯ પ્રજાતિ આ સ્થળે જોવા મળે છે. આ અભ્યારણ્યમાં પૂંછ વગરનો વાનર અહીં એક માત્ર જોવા મળે છે. અહીંની  નદીમાં લુપ્ત પ્રાય ગાંગેય ડોલ્ફીનનું પણ ઘર છે. જળપક્ષી, શિકારી પક્ષી, મૃતભક્ષી પક્ષીઓ, વિવિધ બતકો, બગલા, પેલીકન અને લુપ્ત થતી સમડીની અમુક જનતો ફકત આ સ્થળે જ જોવા મળે છે. આ સ્થળે પહેલા સાત પ્રજાતિના ગીધ હતા. પણ કાળક્રમે નાશ પામતા ગયા.વિશ્ર્વના બે સૌથી મોટા સાપ જેવા કે જાળીદાર અજગર અને ખડક અજગર સાથે સૌથી લાંબો ઝેરી સાપ, નાગ કિંગકોબ્રા, આ પાર્કમાં રહે છે. સર્પની વિવિધ પ્રજાતિઓમાં વાઇપર, ભારતીય નાગ, કાળો નાગ તેમજ જળ ગરોળીની પ્રાચિન પ્રજાતિઓ આ સ્થળે જોવા મળે છે. જળ કાચબાની ૧પ પ્રજાતિઓ અહીં વસવાટ કરે છે. સાથે તળાવો, નદીઓમાં ૪ર પ્રકારની વિવિધ માછલીએ જોવા મળે છે. ૧૯૬૧માં જાણીતા ફિલ્મ નિર્માતા રોબીન બેનર્જીએ ‘કાઝી રંગા’નામની ફિલ્મ બનાવી હતી. પ્રોજેકટ એલીફંટ હેઠળ વધારાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર આપે છે. ૧૯૯૭/૯૮ માં વિશ્ર્વ ધરોહર ફંડ તરફથી એક લાખ ડોલરની સહાય કાઝીંરંગા પાર્કને મળી હતી.

ભારતના વિવિધ રાજયોના પ્રાણીઓ

 • * આંધ્ર પ્રદેશ – કાળિયાર
 • * અરૂણાચલ પ્રદેશ – ગાયલ
 • * આસામા – એકસિંગી ગેંડો
 • * બિહાર – ભારતીય જંગલી બળદ
 • * છત્તીસગઢ – એશિયન જંગલી ભેંસ
 • * ગોવા – ભારતીય જંગલી બળદ
 • * ગુજરાત – સિંહ
 • * હરિયાણા – કાળિયાર
 • * હિમાચલ પ્રદેશ – કસ્તુરી હરણ
 • * જમ્મુ અને કાશ્મીર – કાશ્મીરી હરણ
 • * ઝારખંડ, કર્ણાટક, કેરલા – હાથી
 • * લક્ષદ્વીપ – બટર ફલાય માછલી
 • * મેઘાલય – કલાઉડેડ દીપડો
 • * મઘ્યપ્રદેશ – બારસીંગા
 • * મહારાષ્ટ્ર – શેકરૂ
 • * મણીપૂર – સાન્ગાઇ
 • * મિઝોરમ – ગિબન વાંદરો
 • * નાગાલેંડ – ભારતીય જંગલી બળદ
 • * ઓરિસ્સા – સાબર હરણ
 • * પોંડિચેરી – ખિસકોલી
 • * પંજાબ – કાળિયાર
 • * રાજસ્થાન – ચિંકારા
 • * સિકિકમ – લાય પાન્ડા
 • * તામિલનાડુ – નિલગીરી તાહર
 • * ત્રિણુરા – પાયરનો લંગુર
 • * ઉત્તરાખંડ – કસ્તુરી હરણ
 • * ઉત્તર પ્રદેશ – હરણ
 • * પશ્ર્ચિમ બંગાળ – વાઘ