Abtak Media Google News

ઉમેદવારી  ફોર્મમાં સામાન્ય   ભૂલના કારણે  બેંક ગુમાવવી ન  પડે તે માટે માન્ય રાજકીય પક્ષો દ્વારા  પોતાના  સત્તાવાર ઉમેદવાર સાથે   એક ડમી ઉમેદવારને પણ ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવે છે.હાલના ચૂંટણી પંચના નિયમ અનુસાર  સતાવાર ઉમેદવારનું   ફોર્મ ચકાસણીમાં માન્ય રહેતાની સાથે જ  ડમી ઉમેદવારનું  ફોર્મ આપોઅપ રદ થઈ જાય છે. આ નિયમમાં સુધારો કરી ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ  દિવસ સુધી ડમી ઉમેદવારનું ફોર્મ માન્ય   રાખવાની માંગણી આમ આદમી પાર્ટીના નેતા શિવલાલભાઈ બારસીયા દ્વારા  કરવામાઆવી છે.

સત્તાવાર ઉમેદવારનું ફોર્મ ચકાસણીમાં માન્ય રહેતાની સાથે જ ડમી ઉમેદવારનું ફોર્મ કેન્સલ થઈ જાય છે

દેશનાં મુખ્ય ચૂંટણી કમિશ્નરને પત્ર લખીને માંગણી કરી છે કે, ચૂંટણી પંચમાં નોંધાયેલ રાષ્ટ્રીય પાર્ટીઓ તેમજ પ્રાદેશીક પાર્ટીઓને જયારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, વિધાનસભા અને લોકશભાની ચૂંટણીઓમાં નોંધાયેલ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં ઉભા રાખવામાં આવતા ઉમેદવાર તથા તેઓના ડમી ઉમેદવારના નામ સાથે ઉમેદવારોના નામ જોગ મેન્ડેડ રજૂ કરાતા હોય છે. જે સબબની રજુઆતમાં જણાવવામાં આવ્ય છે કે, મુખ્ય ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રીટર્નિંગ ઓફીસર દ્વારા મંજુર થાય એટલે ડમી ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ આપો આપ રદ થવાની હાલ જોગવાઈ છે જેના કારણે માન્ય રહેલ ઉમેદવાર સામે હરીફ રાજકીય પક્ષો દ્વારા લોભ , લાલચ, ધાક-ધમકી, અપહરણ, સામ, દામ, દંડ, ભેદ જેવી કાયદાથી વિપરીત ગુનાહીત પ્રવૃતિઓ આચરીને મુખ્ય ઉમેદવારને ફોર્મ પરત ખેચવા ફરજ પાડીને દબાણ ઉભૂ કરે છે .

લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયામાં તંદુરસ્ત હરીફાઈ રહેતી નથી . અને અસમાજીક પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે છે જે લોકશાહી વિરૂધ્ધ છે. જેના કારણે ચૂંટણીની તટસ્થતા સામે સવાલો ઉભા થવા પામેલ છે . અને લોકશાહી દેશમાં રહેતા લોકો આવી પ્રવૃતિઓને શંકાની નજરે જોવે છે . જે ઈન્ટરનેશનલ પ્રોટોકોલથી વિપરીત અને દેશને નુકશાન કરતા છે . જેથી આ પ્રક્રિયામાં ફેરફાર કરવ ખૂબ જ આવશ્યક છે.

કોઈપણ રાજકીય પાર્ટીએ જયારે મેન્ડેડમાં મુખ્ય ઉમેદવાર અને ડમી ઉમેદવાર એમ બે ( 2 ) ઉમેદવારોની ભલામણ  કરી હોય  તેવા સંજોગોમાં જયારે મુખ્ય ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવાના કિસ્સામાં ડમી ઉમેદવારનું ફોર્મ જયા સુધી ફોર્મ પરત ખેચવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જે તે રાજકીય પક્ષ તરફથી ચૂંટણી લડવાનો હકક ચાલુ રાખવા અને માન્ય ઉમેદવાર ફોર્મ પાછુ ખેંચે તો ઓટોમેટીક ડમી ઉમેદવારની ઉમેદવારી માન્યતા મળી રહે એવી બંધારણીય જોગવાઈ કરવામાં આવે. આમ કરવાથી તંદુરસ્ત લોકશાહી જળવાઈ રહેશે અને ધાક ધમકી જેવી ગુનાહીત પ્રવૃતિઓને પ્રોત્સાહન નહી મળે અને લોકોને સાચા અર્થમાં જનપ્રતિનીધી મળશે અને લોકશાહીની પ્રતિતી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.