Abtak Media Google News

કોરોનાના  નવા વેરિએન્ટે અનેક દેશમાં ફરી ઉપાડો લીધો છે.  ભારત  ગ,કાલે કોરોનાના   612 કેસ નોંધાયા હતા. નવા જેએન.1 વેરિએન્ટના 21 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના 13  કેસ હાલ એકિટવ છે. રાજકોટમાં પણ  બે મહિના પછી કોરોનાની એન્ટ્રી થવા પામી છે.   શંકાસ્પદ   લક્ષણો ધરાવતા  દર્દીઓનાં  રેપીડ ટેસ્ટ કરવા કેન્દ્ર સરકાર દ્વારા તમામ   રાજયોને  સુચના  આપવામાંઆવી છે.  નવો વેરિએન્ટ બહુ જોખમકારક નથી છતા તકેદારીના ભાગરૂપે આગામી  દિવસોમાં માસ્ક  ફરજીયાત કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

રાજકોટમાં પણ બે મહિના બાદ કોરોનાનો કેસ નોંધાતા ફફડાટ

હાલ ગુજરાતમાં કોરોનાના 13 એકિટવ  કેસ છે.જે પૈકી સૌથી વધુ કેસ  અમદાવાદમાં  છે. અમદાવાદમાં  સાત એકિટવ કેસ છે. જે પૈકી પાંચ દર્દીઓ વિદેશની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે. ઓસ્ટ્રેલીયા, યુકે અને સિંગાપોર ફરવા કે અન્ય કામ  માટે ગયા હતા જયારે અન્ય    બે દર્દીઓ કોઈજ પ્રકારની ટ્રાવેલ્સ હિસ્ટ્રી  પણ ધરાવતા નથી. જોકે આ તમામ કેસ ગત સપ્તાહના છે ગઈકાલે  ગુજરાતમાં કોરોનાના  નવા પાંચ કેસ નોંધાયા હતા. ગાંધીનગર અને મહેસાણામાં બબ્બે   કેસ જયારે   રાજકોટમાં એક  કેસ  મળી આવ્યો હતો.

રાજકોટ શહેરમાં બે માસ બાદ   કોરોનાની  ફરી એન્ટ્રી  થવા પામી છે.  ગત 22મી ઓકટોબરના  રોજ છેલ્લે શહેરમાં કોરોનાનો   કેસ મળી  આવ્યો હતો.  દરમિયાન  શહેરના  અક્ષરમાર્ગ  પર રહેતી  53 વર્ષિય  મહિલાનો   કોરોના રિપોર્ટ પોઝિટીવ  આવ્યો છે.   તેઓમહારાષ્ટ્રની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે.    તાવ અને શરદી ઉધરસ થવાના કારણે  ખાનગી લેબમાં તેણીનો કોરોના  રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

જે પોઝીટીવ  આવ્યો છે. હાલ મહિલાની  સ્થિતિ  સારી છે. અને હોમ આઈસોલેશન હેઠળ છે.   દરમિયાન   કોરોનાગ્રસ્ત મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકોની  શોધખોળ  કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની  આરોગ્ય શાખાની ટીમ  દ્વારા સવર્; કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી  આરોગ્ય કેન્દ્રોમાં તાવ,શરદી,  ઉધરસ સહિત કોરોનાના સીવીયર લક્ષણો  ધરાવતા   દર્દીઓનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં  ટેસ્ટીંગનું  પ્રમાણ વધારવામાં આવશે.

જે રિતે દેશભરમાં ફરી કોરોનાના  કેસમાં વધારો થયો છે.  તે જોતા આગામી દિવસોમાં કેન્દ્ર  સરકાર માસ્ક ફરજિયાત  કરવામાં આવશે. અથવા સલામતી માટે લોકોને  માસ્ક પહેરવાની સલાહ  પણ આપવામાં આવી શકે છે.

એક જ દિવસમાં દેશમાં કોરોનાના  614 નવા કેસ મળી આવ્યા હતા. હાલ કોરોનાના નવા વેરિએન્ટ જે.એન.1ના કુલ  21 કેસ  એકિટવ છે. ગઈકાલે કોરોનાએ કેરળમાં  ત્રણ દર્દીઓના ભોગ લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.