Abtak Media Google News

અગાઉ કોર્ટે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ ડિગ્રી વેબસાઇટ પર હાજર ન હોવાનું જણાવી આદેશની ફરીથી સમીક્ષા કરવાની માંગ સાથે કરી અરજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઇને વિવાદ હજુ પણ ખતમ થયો નથી. ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ પહેલા ફટકાર્યો હતો. હવે આ મામલે સીએમ કેજરીવાલ તરફથી વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે પીએમની ડિગ્રી વેબસાઇટ પર હાજર નથી, તેથી અગાઉના આદેશની ફરીથી સમીક્ષા થવી જોઇએ. કોર્ટ આ મામલાની આગામી સુનાવણી 30 જૂને હાથ ધરે તેવી અપેક્ષા છે.

અગાઉના આદેશમાં ગુજરાત હાઈકોર્ટે પીએમઓને પીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક ન કરવા કહ્યું હતું. બીજી તરફ સીએમ અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે કેજરીવાલે આ જ કેસમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે વેબસાઇટ પર કોઇ ડિગ્રી ઉપલબ્ધ નથી, માત્ર એક ઓફિસ રજિસ્ટરના નામથી એક ડોક્યુમેન્ટ છે. તે ડોક્યુમેન્ટ પણ સહી વગરનો છે, તેથી તેની ચકાસણી કરવી મુશ્કેલ છેમુખ્યમંત્રી કેજરીવાલ પર જે 25 હજાર રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યો હતો તેને પણ પડકાર આપવામાં આવ્યો છે.

ભાર આપીને કહ્યું કે તેમના તરફથી પીએમ મોદીની ડિગ્રી માંગવામાં આવી ન હતી, તેમણે માત્ર એપ્રિલ 2016માં સીઆઈસીને એક પત્ર લખ્યો હતો. એવું પણ બતાવવામાં આવ્યું કે છે કે કેજરીવાલ ક્યારેય ઇચ્છતા ન હતા તેમને આ મામલામાં અરજદાર બનાવવામાં આવે.હાલના સમયે કેન્દ્ર સરકાર અને સીએમ અરવિંદ કેજરીવાલ વચ્ચે ઘણા મુદ્દાઓ પર પહેલાથી જ ટકરાવની સ્થિતિ છે. સૌથી મોટો વિવાદ એ અધ્યાદેશને લઈને છે જે કેન્દ્ર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે લાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અધિકારીઓની બદલીની સત્તા દિલ્હી સરકાર પાસે જ રહેશે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર એક અધ્યાદેશ લાવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકાર પાસેથી અભિપ્રાય લઈ શકાશે પરંતુ અંતિમ મહોર તો એલજી જ લગાવશે. અત્યારે અરવિંદ કેજરીવાલ આ મામલે સમગ્ર વિપક્ષને એકજૂથ કરવાનું કામ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.