રાજનીતિના ભીષ્મ પિતામહ: અટલ બિહારી વાજપેયીજીની આજે ત્રીજી પુણ્યતિથી, PMએ કહ્યું…

રાજનીતિના ભીષ્મ પિતામહ  ગણાતા અને ભારત રત્ન એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજરોજ ત્રીજી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન મોદીએ દિલ્હી સ્થિત અટલ સમાધિ સ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.  ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધા સુમન પાઠવતા કહ્યું કે ભારતીય રાજકારણ તેમના જેવા નેતાને ધન્ય છે. પીએમ મોદીએ કહ્યું – તેઓ આજે પણ દિલ અને દિમાગમાં રહે છે.

અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પણ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી ટ્વીટમાં લખ્યું, અમને તેમનું વ્યક્તિત્વ, તેમનો સ્વભાવ, તેમની સમજણ અને તેમની રમૂજ આજે પણ નજર સામે છે. દેશની પ્રગતિમાં તેમનું  યોગદાન કાયમ યાદ રહેશે.

અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. 1951માં જનસંઘની સ્થાપના થઈ અને તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 2005માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા. 2009 થી, તેની તબિયત નાજુક રહેતી. 2018માં દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા. 16 ઓગસ્ટ 2018ના રોજ, તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.