Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

મધ્યમના લોકોની એક સરખી હોતી નથી તેથી તેમને પોતાના સપના પૂરા કરવા માટે સરકાર સબસિડીની વ્યવસ્થા પૂરી પાડે. ગુજરાત સરકાર દ્વારા ઘરવિહોણા રહીશોને ઘરનું ઘર ખરીદવા માટે લોન ઉપલબ્ધ કરાવવા ઉપરાંત સબસિડી આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી. ઘણી વખત સરકારની સબસિડી આપવાની કામગીરીમાં ધાંધીયા જોવા મળે છે ત્યારે આવી જ એક ઘટના કેશોદમાં જોવા મળી છે જ્યાં લોકોને ચુકવવાપાત્ર સબસિડી આપવામાં આવતી નથી.

કેશોદમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોએ પેટે પાટા બાંધીને સગાં સંબંધીઓ પાસેથી મદદ મેળવી સાટાખત કરાવી બેંક દ્વારા લોન મેળવી મકાન ખરીદી લીધાં છે. કેશોદ શહેરમાં અમુક પરિવારજનો પાસે રાષ્ટ્રીયકૃત બેંકના નિયમ મુજબ આધાર પુરાવાઓ ન હોવાથી ખાનગી બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન મેળવી છે ત્યારે મળવાપાત્ર સબસિડી લોન ધારકોને છેલ્લાં બે એક વર્ષથી આપવામાં આવી નથી જેનાં કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.

Screenshot 4

કોરોના મહામારી વચ્ચે પણ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોએ બેંકમાં નિયમિત હપ્તાઓ મરણમૂડી વેડફી ભરેલાં છે આમ છતાં જવાબદાર તંત્ર દ્વારા સબસિડી આપવાનાં ધાંધિયાથી ત્રસ્ત થઈ રહ્યાં છે. કેશોદ પંથકના સંખ્યાબંધ લોનધારકોને સબસિડીની રકમ ચુકવી આપવામાં આવે તો બાકી રહેતી લોનની રકમ ભરપાઈ કરી અન્ય બેન્કોમાંથી ઓછાં વ્યાજે લોન લેવાં ઈચ્છે છે પરંતુ સરકારી તંત્રનાં પેટનું પાણી હાલતું નથી. રાજ્ય સરકાર દ્વારા ઘરવિહોણા રહીશો માટે યોજના જાહેર કરવામાં આવી હતી કે બિલ્ડર્સ ને ફાયદો આપવા જાહેર કરવામાં આવેલ એવું લોનધારકો માં ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.