૨૨ ખિલખિલાટ ઉપરાંત નવી વાનનો પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ઉમેરો

તેજ રીતે માતા અને નવજાત શિશુને પ્રસુતિ બાદ સરકારી સંસ્થામાંથી ઘરે મુકવા જવા માટે ખિલખિલાટ વાનની સેવા વર્ષ ૨૦૧૨ થી કાર્યરત કરવામાં આવી છે. સગર્ભા માતાને ૯ મહિના સુધી સરકારી હોસ્પિટલમાંમાં ચકાસણી માટે ઘરેથી લાવવા અને ચકાસણી પછી પરત ઘરે મુકવા પણ આવે છે. એ જ રીતે નવા જન્મેલા બાળક ને ૧ વર્ષ સુધી ચકાસણી માટે ઘરેથી દવાખાને લાવવા અને મુકવાની વ્યવસથા પુરી પાડે છે. આ સેવા પ્રસુતિ પછી માતાને ૪૨ દિવસ સુધી આપવામાં આવે છે. ખિલખિલાટ સેવા અનેક જરૂરિયાતમંદ સગર્ભા અને માતાઓને મદદરૂપ બની છે. આ સેવા માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવામાં આશિર્વાદ રૂપ સાબિત થઈ છે.

ખલખિલાટની વાન અવિરતપણે માતા અને બાળકોની સેવામાં ૨૪ કલાક હાજર રહીને ઉમદા કાર્ય કર્યું છે. લોકડાઉનના ત્રણ માસના સમય ગાળામાં ૨૦ હજારથી વધુ ફેરા કરી મદદરૂપ બની છે.

ખિલખિલાટ સેવાએ રાજકોટ જિલ્લામાં ૨૨ વાન સાથે માર્ચ મહિનામાં માં ૬૫૨૭ માતા અને બાળકોને સેવા આપી હતી, એપ્રિલ મહિનામાં ૬૦૯૧ માતા અને બાળકોને જયારે મે મહિનામાં ૭૯૨૦ માતા અને બાળકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પૂરી પાડી હતી. હાલ રાજકોટ જિલ્લામાં ૨૨ વાન કાર્યરત છે, ત્યારે ગુજરાત સરકાર તથા GVK EMRI સંસ્થા દ્વાર નવી એક વાનનો ઉમેરો કરવામાં આવ્યો છે. પદ્મકુંવરબા હોસ્પિટલ, ખાતે નવી વાનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પદ્મકુંવરબા હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. ડો.કેતન પીપળીયા, આર.એમ.ઓ ડો.નૂતન તથા GVK EMRIના પ્રોગ્રામ મેનેજર મિલન પટેલ, જિલ્લા અધિકારી વિરલ ભટ્ટ અને શ્રેયસભાઈ તા હોસ્પિટલ અને ખિલખિલાટ સ્ટાફ ઉપસ્થિત રહી આ વાનને વધાવી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.