Abtak Media Google News

ચોમાસાની સીઝન શરૂ થતાં જ રાજકોટ ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડમાં આવતા દરેક શાકભાજી ડુંગળ-બટાકાના જથ્થાને ચોમાસાથી નુકસાની ન થાય તેવા હેતુથી યાર્ડના દરેક પ્લેટફોર્મની કાળજીપૂર્વક સલામતી અને સાવચેતીની તકેદારીઓ રાખવામાં આવી છે. પ્લેટફોર્મ ઉપર મજબૂત પત્રાનું બાંધકામ કરવામાં આવ્યું છે. તેમજ થરાની માપસર ઊંચાઈ રાખવામાં આવી છે જેથી ખેડૂતોના માલને કોઈપણ જાતની નુકસાની ન પહોંચે વેપારીઓને પણ અગવડતા ન પહોંચે  તેની પણ તકેદારીઓ રાખવામાં આવી છે. હાલ શાક માર્કેટિંગ યાર્ડ ચોમાસાથી રક્ષણ મેળવા સજ્જ છે. ખેડૂતોને માલની નુકસાનીથી બચવા સાવચેતીઓના યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે.

Advertisement

Vlcsnap 2020 06 13 11H46M05S181

માર્કેટીંગ યાર્ડના કર્મચારી એ. પી.ધામીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસાની વાત કરૂ તો અત્યારે કામગીરીમાં  ખૂબ સારી છે. ખાસ કરીને યાર્ડમાં થડા ની વ્યવસ્થા સારી રાખવામાં આવી છે. ડુંગળી અને બટાકાને કોઈપણ જાતનું નુકસાન ન પહોંચે તેની સાવચેતીની તકેદારી રાખવામાં આવે છે. તેમજ વેચાણ માટે ડુંગળી અને બટાકાની ખેડૂતોની આવક સારી છે તેમજ તેમના માલના જથ્થાની સલામતીની તકેદારી પણ ખૂબ સારી રાખવામાં આવી રહી છે. વેપારી પણ સંતોષ અનુભવે છે. ડુંગળી અને બટાકાના જથ્થાને લઈ સંપૂર્ણ યાર્ડમાં દરેક વિભાગના પ્લેટફોર્મ પર થડાની માપસર ઊંચાઈ છે. તેમજ ઉપર મજબૂત પતરાના છાપરા હોવાથી ચોમાસા સામું રક્ષણ મળે છે ખેડૂતો જે ડુંગળીની આવક સાથે આવે છે. તેમનો માલનો જથ્થો વેચાણ થઈ જાય છે તેમજ શહેર માટેનો માલનો જથ્થો પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે છે. યાર્ડના દરેક વિભાગમાં ચોમાસાને લઈને અગવડતા પડે નહીં તેવા હેતુથી દરેક પ્લેટફોર્મની કાળજીપૂર્વક તકેદારી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.