Abtak Media Google News

પ્રવર્તમાન સમયમાં નાના બાળકોમાં શરદી, તાવ, ઉઘરસ જેવા સામાન્ય ઋતુજન રોગો જોવા મળે છે. ત્યારે બાળકોમાં પ્રતિકારક શકિત ઓછી હોવાથી ચેપ લાગવાની શકયતા વધી જાય છે

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોના પગલે નવા વેરીયન્સ ઓમિક્રોમના કેસો પણ ધીમી ચાલે વધતા જાય છે. ત્યારે નાનકડા બાળકોના બાલમંદિરો, પ્લે હાઉસો તાત્કાલીક બંધ કરવા આજના દિવસે હવે જરુરી લાગી રહ્યુ: છે. નાના બાળકો સાથે ધો. 1 થી પ ના પ્રાથમિક શાળાને પણ બે ત્રણ અઠવાડીયા ફેસ ટુ ફેસ કે ઓફલાઇન શિક્ષણ વ્યવસ્થા બંધ કરવી હિતાવહ છે.

નાના બાળકોમાં હાલની શિયાળાની રોગચાળાની ઋતુમાં નાની મોટી બિમારીઓ જેવી કે શરદી, તાવ, ઉઘરસ વધુ પડતું જોવા મળતું હોવાથી અને ના સમજને કારણે નાનકડા બાળકો કોવિડ ગાઇડલાઇન સાથે સ્વચ્છતા બાબતે બેદરકાર હોવાથી સંક્રમણનો ભય વધુ જોવા મળે છે. ઇન્ડિયન મેડીકલ એસોસીયને પણ આજ અનુરોધ કરતા હવે સૌએ બાબતે વિચારવું જરુરી છે.

નાના બાળકોમાં પ્રતિકારક શકિત ઓછી હોવાથી વિવિધ ઇન્ફેકશનો ઝડપથી લાગી જતા હોવાથી તેના સમુહમાં વર્ગમાં ઇન્ફેકશન વધી શકે તેવી શકયતાઓ છે, તેવી ચિંતાનો વિષય છે.હાલ ચાલી રહેલી શિયાળાની ઠંડી ઋતુે ઓમાં સામાન્ય શરદી, તાવ, ઉઘરસ કે વાયરલ ઇન્ફેકશન, ડેગ્યુ મેલેરીયા, ચિકનગુનિયા જેવા કેસો વધી રહ્યા છે ત્યારે ટબુકડા બાળકો તેની ઝપટમાં ઝડપથી આવી જતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.