Abtak Media Google News

પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ધોલેરામાં પ્રથમવાર પતંગોત્સવનું આયોજન:  68 દેશોના 250 પતંગવીરોને આમંત્રણ

કોરોના કાળમાં બે વર્ષ બાદ  ગુજરાતમાં  પ્રથમવાર આગામી 8 થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવની ઉજવણી કરવામાં આવશે જેની મુખ્યથીમ જી.20 બેઠક આધારીત  હશે જી.20ના તમામ દેશોને પતંગોત્સવ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની  અધ્યક્ષતામાં   ગઈકાલે સવારે  મળેલી રાજય સરકારના મંત્રી મંડળની બેઠકમાં રાજયમાં આગામી 8 થી 14 જાન્યુઆરી સુધી અલગ અલગ 10 શહેરોમાાં  પતંગોત્સવ યોજવાનો નિર્ણય લેવામા આવ્યો છે.   જી.20ની સમિટની આયોજનની કેટલીક બેઠકો ગુજરાતમાં યોજાવાની હોય આ વખતે પતંગોત્સવની મુખ્યથીમ જી.20 રહેશે રાજયમાં  પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ધોલેરા ખાતે પતંગોત્સવની  ઉજવણી કરવામાં આવશે. કોવિડ પ્રોટોકોલની ગાઈડલાઈન મુજબ યોજાનારા  પતંગોત્સવમાં  68 દેશોનાં 250 જેટલા પતંગવીરોને આમંત્રણ  પાઠવવામા આવ્યું છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે, વડોદરા, વડનગર, દ્વારકા, કેવડીયા, સોમનાથ, સુરત, ધોલેરા અને ધોરડો -કચ્છમાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવશે.ઉતરાયણ અર્થાંત 14મી જાન્યુાઅરીએ ગુજરાતમા પતંગ ઉડાડવાનું અનેરૂ મહત્વ રહેતું હોય છે. ગુજરાત સરકાર દ્વારા આ ઉત્સવનું મહત્વ વિશ્ર્વભરને સમજાવવા માટે પતંગોત્સવની  ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી  કોરોનાના  કારણે પતંગોત્સવની ઉજવણી થઈ શકી નહતી દરમિયાન આગામી  દિવસોમાા કોરોનાની વધુ એક લહેર આવે તેવી સંભાવના જણાય  રહી છે. છતા રાજય સરકાર દ્વારા  કોવિડ પ્રોટોકોલના પાલન સાથે સંપૂર્ણ સાવચેતી રાખી પતંગોત્સવ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.