Abtak Media Google News

ઉતરાયણમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા 10 થી 20 જાન્યુઆરી કરૂણા અભિયાન ચાલશે

સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે પ વાગ્યા પછી પતંગ ન ઉડાડવા જીલ્લા કલેકટરની અપીલ: તાલુકા કક્ષાએ પણ પશુ ડોકટરોની ટીમો તૈનાત અપાશે

રાજકોટ જીલ્લામાં 10 થી ર0 જાન્યુઆરી કરૂણા અભિયાન ચાલશે. ઉતરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજયભરમાં આ વર્ષે 700 થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 620 થી વધારે તબીબો તેમજ 6000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.  પાછલા પંચા વર્ષોમાં અંદાજે 50 હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર સુશ્રુષા કરવામાં આવી છે.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ વર્ષે ઉતરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર સૌને અપીલ કરી છે.  આ અભિયાન હેઠળ રાજયભરના તમામ જિલ્લાના કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાશે.

Screenshot 2 24

આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવું અને તેમણે તેમને જિલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુંએ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઇન, વિવિધ સ્થળએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓના સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સવૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, મહાનગરપાલિકા, માહિતી ખાતું, ખાનગી વેટરનરી ડોકટરો સહિતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે. તદઉપરાંત આ અભિયાન હેઠળ ચાઇનીઝ દોરી અથવા ચાઇનીઝ માંઝાનો ઉપયોગ ન થાય તે અંગે જાગૃતિ કેળવાય તેમજ પતંગ ચગાવવાના ઉમંગમાં અબોલ જીવોને હાની ન થાય તે અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું તેમજ મોબાઇલવાન મારફતે જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવાનું નક્કી કરાયેલ છે.

રાજકોટ જિલ્લામાં ચાર્ટમાં આપેલા નંબરો તા.10 થી તા.20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓની નિ:શૂલ્ક સારવાર માટે કાર્યરત રહેશે.

કરૂણા અભિયાન-2023 અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે વોટસએપ મો..નં- 83200 02000 નંબર ’Karuna’ મેસેજ લખી https://bit.karunaabhiyan ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. કરૂણા અભિયાન અને હેલ્પલાઇન નંબર (1962, 98984 99954, 98980 19059, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલરૂમ નંબર:- 0281-2471573, ટોલ ફ્રી નં. 1077) નો વિસ્તૃત પ્રચાર કરી અબોલ પક્ષીઓને બચાવવાનો સઘન પ્રયાસ કરાશે. જિલ્લામાં આ અભિયાન અંતર્ગત વાહનો નક્કી કરી તેના પર બેનર અને અન્ય પ્રચાર માધ્યમો ગોઠવી, જનજાગૃતિ કેળવવાની કાર્યવાહી કરાશે.

મહાનગરપાલિકા પશુપાલન અને વન વિભાગની કચેરીઓના વાહનો નકકી કરી ઘાયલ થયેલા પક્ષીઓને પશુ દવાખાના સુધી લઇ જવાની (શકય હશે ત્યાં સુધીની) વ્યવસ્થા ગોઠવાશે. જિલ્લામાં આવેલ તમામ પશુ ચિકિત્સકો (સરકારી તેમજ અન્ય ખાનગી) ટીમો બનાવીને પશુ દવાખાનામાં સતત કાર્યરત રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે. આગામી મકર સંક્રાંતિ નીમીતે એસ.પી.સી.એ. અને જીલ્લા પંચાયત રાજકોટ દ્વારા સમગ્ર જિલ્લામાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ માટે કંટ્રોલ રુમ શરુ કરવામાં આવશે. જીલ્લાના તમામ તાલુકા સ્તરના ર0 થી વધુ પશુ દવાખાનામાં 30 થી વધુ વેટરનરી ડોકટરોની ટીમ હાજર રહેશે અને પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓની સારવાર સુક્ષુષા કરશે.

પતંગ દોરાથી વિદ્યુત તારોમાં ફસાયેલા પક્ષીની મદદ માટે પીજીવીસીએલ ટોલ ફી નંબર  1800233155333 પર સંપર્ક થઇ શકશે.

ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજયમાં તા. 10 થી ર0જાન્યુઆરી સુધી ચાલનાર કરુણા અભિયાન અંગે રાજકોટ જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, ડીસીએફ તુષાર પટેલ, પશુપાલન વિભાગના ડો. ખાનપરા, ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય રાજેન્દ્રભાઇ શાહ, ભાવેશ ત્રિવેદી, એન.જી. ઓ. રાજકોટ એનીમલ હેલ્પલાઇનના પ્રતિક સંઘાણી, મિતલ ખેતાણી, ધીરુભાઇ કાનાબાર, એડવોકેટ કમલેશભાઇ શાહ, ઘનશ્યામભાઇ ઠકકર, રજનીભાઇ પટેલ જૈન, શ્રેષ્ઠી ચંન્દ્રકાંતભાઇ શેઠ, એસ.પી.સી.એ. ના જયેશ ઉ5ાઘ્યાય, રાજકોટ મહાજન પાંજરાપોળના અગ્રણી એનીમલ હેલ્પલાઇનના રમેશભાઇ ઠકકર, જીવદયા ઘરના યશ શાહ, જીવ દયા પ્રેમી જૈન અગ્રણી અમિનેશભાઇ રૂપાણી, ચંન્દ્રેશભાઇ અજમેરા, વસંતભાઇ દોશી, પરેશભાઇ દોશી, નિમેશભાઇ શાહ, ઉદિતભાઇ શેઠ, પંચનાથ વેટરનરી કીલનીકના દેવાંગભાઇ માંકડ અને મયુરભાઇ શાહ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.