Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

Advertisement

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી ટી-20 ફોર્મેટમાં થી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે તેઓએ અધિકૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ટી-20 વિશ્વ કપ બાદ તે સુકાની પદ છોડશે. ત્યારે પ્રશ્નો ઉદભવીત થઈ રહ્યો છે કે, ટી-20 નું સુકાનીપદ કોને સોંપવામાં આવે હાલ ની સ્થિતિએ રોહિત શર્મા આ પદ માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી સુનિલ ગાવસ્કરે જણાવતા કહ્યું હતું કે,  કે એલ રાહુલ ને આવનારા સમય માટે ભારતીય ટીમનો સુકાની બનાવવો જોઈએ અને તેને એ જ દિશામાં તૈયાર પણ કરવો જોઈએ.

ક્રિકેટરનો સાચો ટેસ્ટ તેનો ’ટેસ્ટ’ જ હોઈ છે..!!

કોઈપણ ક્રિકેટ ખેલાડી માટે ટેસ્ટ મેચ માજ તેનો સાચો ટેસ્ટ થતો હોય છે આ તકે વિરાટ કોહલી પણ ટેસ્ટ મેચમાં પોતાની જે કૌશલ્યતા છે તેમાં ઘણા ખરા અંશ છે નિષ્ફળ નીકળ્યો હતો પરંતુ ટેસ્ટ મેચમાં પોતાનું ઉજ્વળ પ્રદર્શન કરવા માટે તે સુકાની પદ છોડી રહ્યો હોય તો તો નવાઈ નહીં આ તકે તેને જણાવ્યું હતું કે આ મુદ્દે સૌરવ ગાંગુલી અને જય સાથે પણ ચર્ચા કરી છે.

કોહલી ટેસ્ટ મેચમાં ‘વિરાટ’ પ્રદર્શન કરવા માટે સજ્જ થશે

વર્ષ 2020માં વિરાટ કોહલી માત્ર 12 ટેસ્ટ મેચ જ રમ્યો હતો જેમાં તેને 26.8ની સરેરાશ તે રન બનાવ્યા હતા. સવિશેષ તેને માહિતી આપતા કહ્યું હતું કે તે માત્ર ટી20 માંથી જ સુકાનીપદે નિવૃત્તિ લઈ રહ્યો છે બાકી હજુ પણ તે ઓડીઆઈ એટલે કે વન-ડેમાં અને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ખેલાડી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરતો હોય તેનું પ્રદર્શન ફોર્મેટ માં ખુબ જ પ્રભાવશાળી રહેતું હોય છે. ભારતીય ટીમ પાસે યુવા ખેલાડીઓ અનેકે જે દરેક પરિસ્થિતિમાં ટીમને જીત તરફ દોરી જતું હોય છે. ત્યારે યુવા ખેલાડીઓને પણ મહત્તમ ચાન્સ આપવામાં આવે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.