Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં એક પખવાડિયા પૂર્વે ચોટીલા નજીક નાની મોલડી ગામે પીએસઆઈ પર હુમલાની ઘટનાની સાઈ સુકાઈ નથી ત્યાં ફરી પોલીસ અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં પાટડીના ઝીંઝુવાડાના ઙજઈં કે.વી.ડાંગર પર છરી વડે  હુમલાની ધટના સામે આવતા પોલીસ બેડામાં હડકમ્પ મચી જવા પામ્યો છે.મળતી માહિતી મુજબ ઙજઈં કે.વી.ડાંગરની ગઈકાલે જ ઝીંઝુવાડાથી ધ્રાંગધ્રા ઉુજઙ કચેરીમાં રીડર ટુ તરીકે બદલી કરવામાં આવી છે.

દારૂના ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પર હુમલો બાદ અસામાજિક તત્વોના ટોળા પોલીસ મથકે ધસી ગયા

જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પડ્યાં, ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત,  ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ દોડી ગયો

દારૂના આરોપીને પકડવા જતાં  હિચકારો હુમલો કરાયો હતો, બાદમાં અસામાજિક તત્વોના ટોળા પોલીસ મથકે ધસી ગયા હતા. આ ઘાતક હુમલો કરતા ઙજઈં કે.વી.ડાંગર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા છે.

આ ગંભીર ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પડ્યાં, ધ્રાંગધ્રા ઉુજઙ જે.ડી.પુરોહિત, કઈઇ, જઘૠ , પાટડી, દસાડા અને બજાણા પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઝીંઝુવાડા ગામે દોડી ગયો હતો અને ઝીંઝુવાડામા ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં ઝીંઝુવાડામા અજંપાભર્યો માહોલ છે.

જિલ્લામાં પીએસઆઈ પર હુમલાનો ચોથો બનાવ સામે આવ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિકારી ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં થોડા દિવસો પહેલાં જ થાનના ઙજઈં ઉપર હુમલો થયો હતો. પાણસીના ઙજઈં અને નાની મોલડીના પીએસઆઈ ઉપર હુમલો થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.