Abtak Media Google News

વેરાવળમાં નશાખોર પતિના ત્રાસથી કંટાળી પત્નીએ પુત્રની મદદથી કરી હત્યા

વેરાવળમાં બંદર જેટી પાસે ગત તા.૧૦ના પ્રવીણ ઈમજી ડાલકી મૌયલા (ઉ.વ.૪૫)ની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવ્યાના ચોથા દિવસે પોલીસે બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં પ્રવીણની પત્ની પાનેબને (ઉ.વ.૪૦)અને પુત્ર શનિ ઉર્ફે સુનીલ (ઉ.વ.૨૨)ની સંડોવણી સામે આવતાં પોલીસે માતા-પુત્ર બન્નેની ધરપકડ કરી હતી. કબૂલાતમાં પ્રવીણ ખીમજી દારૂ  ઢીંચીને ઘરે આવી દરરોજ તે હેરાન કરતો હતો. ઘરમાં જુવાન દીકરા-દીકરી હોવાથી પાનીબેન આ રોજના કંકાસથી ત્રાસી ગયા હતા. છે વટે સહનશિક્તની પૂરી થઇ જતા પ્રવીણને પહેલાં ઘરે ઝેરી દવા પીવડાવી હતી. બાદમાં બંદરમાં લઇ જઇને ત્યાં પ્લાસ્ટિકની દોરી વડે ગળે ટૂંપો દઇ દીધો હતો. તેમ છતાંય તરફડિયા મારતો હોવાથી લાકડાના ધોકા વડે મોઢામાં માર મારતા છેવટે તેનું કામ તમામ થઇ ગયું હતું. પોલીસે બન્ને સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. પિતાની હત્યા બાદ માતા અને મોટોભાઇ જેલ હવાલે થતાં બે નાની દીકરી અને એક દીકરો નોંધારા બની ગયા હતા. કુટેવને કારણે થયેલી હત્યાને પગલે પરિવારનો માળો પીંખાઇ જતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.