Abtak Media Google News

આજે કોર્પોરેટ લેવલ જોબ અને બદલતી લાઈફ સ્ટાઇલને કારણે આપણે વર્ક પ્લેસ ઉપર સતત તણાવ , કોંપીટીશન અને બોજ અનુભવતા હોય છીયે પરંતુ આમ કરવાથી કામ બનવાને બદલે બગડવા લાગે છે , અને તેને લીધે બોસના ગુસ્સાનો સામનો કરવો પડતાં કેટલીક વખત મન દુખ થતાં હોય છે .

માટે દુનિયાના દરેક મેનેજરનો પ્રયાસ તેના કર્મચારીઓને ખુશ રહવાનો રહે છે , જેથી તે વધુમાં વધુ સારું આઉટપુટ આપી સકે છે  પરંતુ ગેલોપ પોલ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે 70 ટકા કર્મચારીઓ તેની કામ કરવાની જગ્યાએ કોઈક ને કોક કારણ વશ નાખુશ હોય છે . મોટા ભાગના લોકો ઓફિસે નોકરી દરમ્યાન સંસ્થા અથવા અંદરો અંદર કર્મચારીઓ સાથે અણબનનો શિકાર બને છે .

ઘણી વખત તેનું કારણ કર્મચારીઓને આપતા વેતનની અસંતુષ્ટિ પણ હોય છે જે એમ્પ્લોય ઓટોનોમીથી જાણી શકાય છે , જો કોઈ વ્યક્તિને જવાબદારી આપવામાં આવ એ તો સંસ્થા પ્રત્યે તે વ્યક્તિ ખુબજ વફાદાર અને કાર્યરત હોવો જોઈયે .

કોઈ પણ કામ માટે નિસ્ઠા અને ફરજ જાણવાની સાથે આપણે આપનું ભવિષ્ય તેમાં દેખાવું જરૂરી બને , જ્યારે માણસ કોઈ કામ માટે પોતાની એડી ચોટીનું જોર લગાવે છે ત્યારે તે કોઈ પણ કામ સરળતાથી કરી શકે છે કામ પ્રત્યે  પોતાની ફરજ અને તેના લાભ જોઈ શકનાર વ્યત્તિજ સફળતાના શિખરો સાર કરી શકે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.