Abtak Media Google News
  • પુરુષોતમ રૂપાલાના વાણી વિલાસને મામલે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન
  • 3 દિવસમાં ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન છેડશે

Videoshot 20240401 095708

 

પરસોત્તમ રૂપાલા ના વાણી વિલાસ સામે ક્ષત્રિય સમાજ હાલ ગુજરાત રાજ્યમાં લાલઘુમ છે અને જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગણી કરવામાં આવી રહી છે કે પરસોતમ રૂપાલા ની રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી ટિકિટ બદલાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે આ જ સંદર્ભે પાર્ટી દ્વારા કોઈ પ્રતિક્રિયા ન આપવામાં આવતા હવે ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલન યોજવામાં આવી રહ્યા છે પ્રથમ તબક્કામાં ગામો ગામ આવેદનપત્રો આપી દેવામાં આવ્યા છે અને માંગણી કરવામાં આવી છે કે પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે અને રાજકોટ બેઠક ઉપરથી તેમને ચૂંટણી લડાવવામાં ન આવે.

ત્યારે આ જ સંદર્ભે હવે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સંમેલનો યોજવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજનું ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો કરણી સેનાના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું છે અંદાજિત 5,000 થી વધુ લોકો આ સંમેલનમાં જોડાયા છે અને એક જ માંગ ઉઠી છે કે પરસોતમ રૂપાલાની ટિકિટ ગમે તે સંજોગોમાં રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી પરત ખેંચવામાં આવે જોકે હજુ સુધી પક્ષ દ્વારા કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો.

ત્યારે આ જ સંદર્ભે સુરેન્દ્રનગરના દરબાર બોર્ડિંગ ખાતે યોજાયેલી આ સંમેલનમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે પક્ષ દ્વારા જો ત્રણ દિવસમાં નિર્ણય નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ અવનવા કાર્યક્રમો આપશે અને ખાસ કરીને પરસોતમ રૂપાલા ની ટિકિટ જો બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલા હારે તે પ્રકારના તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરશે હવે વિરોધ છે તે ચરમશીમાએ પરસોતમ રૂપાલા નો પહોંચી ગયો છે અને ભાજપને અન્ય બેઠકો ઉપર પણ આનું પરિણામ ભોગવવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે હવે આ પ્રકારે નિર્ણય લેવો પણ ખૂબ જરૂરી હોય તેવું લાગી રહ્યું છે.

ત્યારે આ બેઠકમાં ખાસ કરીને કરણી સેનાના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો અને સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના હોદ્દેદારો સુરેન્દ્રનગર દરબાર બોર્ડિંગ ખાતે એકત્રિત થયા હતા અને તમામે એક જ સુર ફુક્યો હતો કે પરસોતમ રૂપાલા ની ટિકિટ પર જ ખેંચવામાં આવે જો ત્રણ દિવસમાં પાર્ટી નિર્ણય નહી કરે તો અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે તેવી પ્રકારની પણ જાહેરાત કરવામાં આવી છે અને આ જ પ્રકારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકત્રિત થયા છે.

સુરેન્દ્રનગર દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના સંમેલનમાં 5,000 થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થયા છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા આ સંમેલનમાં કરણી સેના ગુજરાત અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા તેમજ મહામંત્રી ક્રિપાલસિંહ જાડેજા તેમજ મંત્રી ભાવસિંહ ઝાલા વિદ્યાર્થી યુવાન નેતા યુવરાજસિંહ જાડેજા પીકે જાડેજા અને પીટી જાડેજા જેવા સમાજના અગ્રણીઓ તેમજ મહિલા આગેવાનોમાં નયનાબા જાડેજા અને પ્રીતિબા રાઓલ સહિતના મહિલા અગ્રણીઓ પણ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા સંમેલનમાં એકત્રિત થયા છે અને ખાસ કરીને પરસોતમ રૂપાલા ની ટિકિટ પર જ ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જો ટિકિટ પરત નહીં ખેંચવામાં આવે તો ગુજરાતની 26 લોકસભાની બેઠક ઉપર ક્ષત્રિય સમાજ ઉમેદવારોને હરાવવાના પ્રયાસ હાથ ધરશે તે અંગેની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પાર્ટીને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ પરત ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જો પાર્ટી દ્વારા ત્રણ દિવસમાં નિર્ણય નહી કરવામાં આવે તો અગામી કાર્યક્રમો અને રણનીતિઓ નક્કી કરવામાં આવશે કોઈપણ સંજોગોમાં જે પરસોતમ રૂપાલા નો વાણી વિલાસ સામે આવ્યો છે તે નહીં સાખી લેવામાં આવે માફી એ સમાધાન નથી કારણ કે વારંવાર આવા પ્રકારના કિસ્સાઓ બની રહ્યા છે તે યોગ્ય નથી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પાર્ટીને ત્રણ દિવસનો સમય આપ્યો છે અને અલ્ટીમેટમ આપ્યું છે નિર્ણય નહી કરાય તો અગામી દિવસોમાં કાર્યક્રમો અને રણનીતિઓ નક્કી કરાશે અને તે પ્રમાણે આગેવાનો જે નક્કી કરશે તે પ્રમાણે આગળ વધવામાં આવશે.

કેશોદના કોયલાણા ગામે રૂપાલાની નનામી કાઢી પુતળા દહન કરનારા સામે ગુનો નોંધાયો

Videoshot 20240401 095724

કેશોદ તાલુકાનાં કોયલાણા ગામે રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વકતવ્યમાં રાજપૂત સમાજ વિષે ટીપ્પણી કરતાં રોષે ભરાયેલાં કોયલાણા રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલાની નનામી કાઢી સુત્રોચ્ચાર કરી સ્મશાન પાસે પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવતાં કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર ની સુચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા ગુનો દાખલ કર્યો હતો. તા.29/ 03/ 2024 ના રોજ કેશોદ તાલુકા કોયલાણા ગામે રહેતા ક્ષત્રીય સમાજના માણસો દ્રારા બપોરના સમયે કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઈ રૂપાલાનુ પુતળુ બનાવી કેશોદ વેરાવળ હાઈવેરોડ કોયલાણા ગામ ચોકડી પાસે લઈ જઈ પુતળાનું જાહેરમાં દહન કરવામાં આવેલ હોય જે બાબતે કલમ 188 મુજબનોં ગુનો નરેન્દ્રસિંહ નાથુભા રાયજાદાની આગેવાનીમાં રાજેન્દ્રસસિંહ તખુભા રાયજાદા,વજેસિંહ હરીસંગ રાયજાદા,ખુમાણસસિંહ રાયજાદા,વીક્રમસસિંહ ચાવડા,ભરેન્દ્રસસિંહ વિક્ર્મસસિંહ રાયજાદા, મહાવિરસસિંહ રાયજાદા રહે.તમામ કોયલાણા વાળાઓને પકડવા અંગેની તજવીજ પેથાભાઈ ઘેલાભાઈ કોડિયાતર દ્વારા હાથ ધરવામાં આવી છે. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર અને કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ જાહેર જનતાને અપીલ કરી છે કે હાલ લોકસભા ચુટણી – 2024 અન્વયે આચારસંહિતા અને જુનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા જુદાં જુદાં જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય કાયદાઓ ની અમલવારી કરવા અપીલ કરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.