Abtak Media Google News

મહાપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ગીતા રબારી અને સાથી કલાકારોનો લોકડાયરો યોજાયો

૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ – ૨૦૨૦ની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ શહેર ખાતે થઈ રહેલી હોય જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના શહેરીજનો માટે ઈસ્ટ ઝોન ખાતે ગીતાબેન રબારી તથા સાથી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અરવિંદભાઈ  રૈયાણી  ધારાસભ્ય, અશ્વિનભાઈ મોલીયા – ડે. મેયર, રાજકોટ મ્યુ.કો., કિશોરભાઈ રાઠોડ – મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.,  દલસુખભાઈ જાગાણી – નેતા શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો., અજયભાઈ પરમાર  દંડક, શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો., આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, કોર્પોરેટર પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, વોર્ડ અગ્રણીય સી. ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, અશોકભાઈ લુણાગરિયા, દિલીપભાઈ લુણાગરિયા, ઘનશ્યામભાઈ કુંગશીયા, પૂર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, સંજયભાઈ ગોસ્વામી, દીપકભાઈ પનારા, સંજયભાઈ ચાવડા, ભરતભાઈ લીંબાસીયા, કાનાભાઈ ડંડૈયા, કલ્પનાબેન કિયાડા, કંકુબેન ઉધરેજા, રસીલાબેન, અરવિંદભાઈ ભેસાણીયા, મનસુખભાઈ જાદવ, નીલેશભાઈ ખુંટ તથા બહોળી સંખ્યામાં વિસ્તારના અગ્રણીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહેલ હતું.

કચ્છની કોયલ ગીતાબેન રબારીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ તેમને વિશેષ પસંદ છે અને રાજકોટની જનતા પણ તેઓને હર્ષભેર સાંભળે છે. ખાસ તો પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તેવો એક ભાગ બન્યા તેની ધન્યતા અનુભવી હતી. ખાસ તો ઉજવણીઓ ઘણી રીતે થતી હોય છે. પરંતુ સંસ્કૃતિસભર ડાયરો એ રાજકોટ મહાનગર પાલિકાની અલગ ઓળખ ઉભી કરે છે. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાએ કરેલ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા તથા કોર્પોરેટર દેવુબેન જાદવે કરેલ.

Img 0257 E1579607050931

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી જણાવેલ કે, ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વની રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી થઇ રહી છે જે અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તમામ તહેવારોને લોકો સાથે જોડાઈને ઉજવવાનું નક્કી કર્યું છે.

જેથી આ વખતે ૨૬મી જાન્યુઆરીની ઉજવણી રાજકોટ ખાતે થઇ રહી છે. તેમજ ૨૬ જાન્યુઆરીની તેઓશ્રીએ શુભેચ્છા પાઠવેલ.આ કાર્યક્રમની આભારવિધિ નેતાશ્રી શાસક પક્ષ દલસુખભાઈ જાગાણીએ કરેલ. તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓએ આ લોકડાયરાનો આનંદ માણેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.