Abtak Media Google News

ન્યુઝીલેન્ડના ગપટીલ, નિસમ અને મિચેલ ટીમના આધાર સ્તંભ

અબતક, નવીદિલ્હી

ન્યુઝીલેન્ડ ફાઇનલ હાર્યા બાદ ત્રણ ટી-20 મેચ અને બે ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવ્યું છે જેમાં પ્રથમ ટેસ્ટ મેચ આજથી જયપુરમાં રમાશે ત્યારે બંને ટીમો વાત કરવામાં આવે તો બંને ટીમો તેના નવોદિત ખેલાડીઓને સાથે રાખી અખતરો કરશે જેથી તેઓએ કંઈપણ ગુમાવવાનું રહેતું નથી. બીજી તરફ ન્યૂઝીલેન્ડના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા એવા માર્ટિન ગપટીલ, જિમી નિસમ અને ડેરલ મિચેલ જેવા ખેલાડીઓ થી ભારતે ચેતવું પડશે.

તો સામે ભારતના નવા કોચ તરીકે નિયુક્ત થયેલા રાહુલ દ્રવિડની અનુગામી અને રોહિતની સુકાનીના વડપણ હેઠળ ટીમ ન્યૂઝીલેન્ડ સામે રમશે જેમાં આ સિરીઝમાં અનેક ભારતીય ટીમના નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવી છે ત્યારે ટીમ આ તકનો મહત્તમ ફાયદો લિયે તેવી સ્થિતિ પણ જોવા મળશે હાલની આ ત્રણ ટી૨૦ મેચની સીરીઝમાં ભારતીય ટીમ અનેક નવોદિત ખેલાડીઓને તક આપશે અને ટીમ તથા સિલેકશન કમિટી એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે કે જે ખેલાડીઓને તક આપવામાં આવી છે તે કેવી રમત રમે છે.

હાલ દરેક ટી-20 મુકાબલો આક્રમકતા ઉપર જ રમાઈ રહ્યો છે જે ટીમ વધુ આક્રમકતા દાખવી વિપક્ષી ટીમને બે ફૂટ ઉપર ધકેલવામાં મદદરૂપ સાબિત થશે તેમનો જીત મેળવવાનો આંકડો સતત વધતો રહે છે ત્યારે આ સ્થિતિમાં નવોદિત ખેલાડીઓ નું આવું ખૂબ જ અનિવાર્ય અને જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.